Jai Hind

જાફરાબાદનો સમુદ્ર કિનારો ખારવા સમાજના લગ્ન પ્રસંગોથી ગુંજી ઉઠ્યો : ઘરે-ઘરે મંગલ અવસર

ચોમાસામાં માછીમારી પર પ્રતિબંધ હોવાથી રજામાં લગ્નોત્સવની ઉજવણી

આંગણે રૂડા ઢોલના અવાજ સાથે ઘરે-ઘરે માંડવા રોપાયા

જાફરાબાદમાં અરબી સમુદ્ર કીનારો ગુંજી ઉઠ્યો છે.ખારવા સમાજના આંગણે ઢબુક્યા ઢોલ છે. અષાઢ સુદ ઉગતા ની સાથે સાગરખેડૂઓેમાં લગ્ન પ્રસંગોથી ઘરેઘરે લગ્ન આનંદ મંગલનો અવસર છવાયો છે.
જાફરાબાદ કે જે અરબી સમુદ્ર કિનારે વસેલું બંદર છે. અહીં વસવાટ કરતા ખારવા સમુદાયમાં અષાઢ માસ એટલે સાગરખેડૂ ઓમા ચોમાસા દરમિયાન લગ્નોના આનંદ મંગલનો અવસર કહેવાય છે. હાલ તો જાફરાબાદ સહિત રાજ્યમાં પહેલી જૂનથી સાગરખેડૂ નું વેકેશન નો પ્રારંભ થયો છે. અને આ વખતે પહેલી જૂનથી 15 ઓગસ્ટ સુધી અરબી સમુદ્રમાં માછીમારી ઉપર પ્રતિબંધ હોવાથી બે મહિનાના આ વેકેશનમાં ખમીરવંતા સાગરખેડૂ ઓના લગ્ન સહિતના પ્રસંગો ની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે મધદરિયે પોતાના જીવના જોખમે અને પોતાના ઘર બાર ની પરવા કર્યા વિના પરિવારજનોનું પેટીયું રળવા માટે દરિયો ખુંદતા સાગરખેડૂ ખારવા સમાજ સહિતના માછીમારો નું વેકેશન શરૂ હોય આ વર્ષે પહેલી જૂનથી 15 ઓગસ્ટ સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને ત્યાં સુધી માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ દિવસો દરમિયાન ખમીરવંતા ખારવા સમાજ દ્વારા જુદા જુદા સામાજિક પ્રસંગો અને લગ્ન ઉત્સવ સહિત ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ બે મહિના દરમિયાન અનેક ખારવા સમાજના યુવક યુવતીઓના લગ્ન ના પ્રસંગો ઉજવાય રહ્યા છે. સાગરખેડૂ ઓ તેમના પરિવારજનો સાથે રહી ને સામાજિક પ્રસંગો માં લગ્ન સરાની સિઝનની ધૂમ મચી છે. બંદર પર રોશનીનો ઝગમગાટ, દિકરા દિકરીઓના લગ્ન લેવાયાં બજારમાં ખરીદી નીકળી ઢોલ શરણાઈ ડીજે ના નાદ સાથે ગોરબાપા ના મંગલ શ્લોકો સાથે અરબી સમુદ્ર ગુંજી ઉઠ્યો છે.લગ્નોના કારણે દીકરા દીકરી ઓના લગ્નની ખરીદી કરતા હોવાથી વેપારીઓને પણ બજારમાં રોનક દેખાવા લાગે છે સાગરખેડૂ ઓ સ્થાનિક ખરીદી ઉપરાંત અનેક શહેરોમાં ખરીદી કરવા માટે જતા હોય છે. હાલમાં અષાઢી મેઘ ખાંગા થયા હોય અને મેધ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેવા સમયે અરબી સમુદ્ર પોતાનો રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય મસમોટા મોજા ઉછળતા હોય અને ગર્જના કરતો અરબી સમુદ્ર કીનારે ખારવા સમાજના આંગણે લગ્ન ની વિધિ થી ગોરબાપા ના મંગલ શ્લોક સાથે શરણાઈ ડીજે ના સાથે ખારવા સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેકઠેકાણે લગ્નના મંડપો રોશનીથી સજાવવામાં આવ્યા છે. હાલ માછીમારી સિઝન બંધ હોય નવ થી આઠ માસ દરમ્યાન સાગરખેડૂ દરિયો ખેડવા જાય છે. મહા મહિના ના પંદર દિવસ સમાજિક કર્યો માટે બોટો બંધ રાખવામાં આવતી હોય છે. તે દરમિયાન ખારવા સમાજમાં સગાઇ તેમજ લગ્ન માંગવામાં આવે છે. આઠ માસ પછી સિઝનનું વેકેશન માં અષાઢ મહિનામાં એટલે ચોમાસા માં માંગલિક પ્રસંગો એટલે લગ્નના આ રુડાં અવસર માટે અગાઉથી છોકરી વાળા લાડકવાયી દીકરી માટે તમામ કરિયાવર દાગીના થી લઈને તમાંમ ઘરવખરી ની ખરીદી કરવામાં આવે છે. છોકરાવાળા કપડા તેમજ વરરાજા ઓ ના ઘરના તમામ પરિવારોની ખરીદી કરવા માટે પણ જતા હોય છે. સમાજિક કર્યો તેમજ તહેવારો ની ઉજવણી મારી ફરી દરિયા દેવનો ખોળો ખુદવા સાગરખેડૂ જતા હોય છે. જાફરાબાદ ખારવા સમાજ માં લગ્નસરાની મોસમ ચાલું છે પહેલા ખારવા સમાજમાં સમુહલગ્ન યોજાતા ત્યારે સૌ સમુહલગ્નમાં જોડાતા પરંતુ ધીમે ધીમે લોકોમાં સમજણ આવી એટલે હવે ઘરે ઘરે લગ્ન કરી રહ્યા છે.ઘરેઘરે લગ્ન માં સૌ પરિવારો સાથે ખુબજ ઉત્સાહ સાથે ઘરોમાં રંગબેરંગી લાઈટિંગ થી ઘરને અને ઘર આંગણે મંડપો ને પણ શણગારવામાં આવ્યા છે.