Jai Hind

ભલગામની શાળાના બે રમતવીરોની DLSS માટે પસંદગી

અત્યાર સુધીમાં ર6 ખેલાડીઓની થઇ ચુકી છે પસંદગી

સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા ઇન સ્કૂલ યોજના અંતર્ગત મિડલ સ્કૂલ ભલગામ તથા પે સેન્ટર શાળા ભલગામ ખાતે વર્ષ 2017થી હેન્ડબોલ અને એથલેટિક્સ રમતોની તાલીમ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 22 વિધાર્થી ભાઈઓ. અને 4 અને વિધાર્થી બહેનો કુલ 26 ખેલાડીઓ ઉકજજ માટે પસંદગી પામ્યા છે, જે શાળા તથા તાલીમ કાર્યક્રમ માટે ગૌરવની બાબત છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ હેન્ડબોલ રમતમાં ઉકજજ માટે પસંદગી પામેલાઓમાં 1. સાગઠીયા નિખિલ ધીરુભાઈ, 2. ચૌહાણ પ્રિન્સ મુકેશભાઈ આ બંને ખેલાડીઓને તેમની ઉત્તમ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.