સાવરકુંડલાના ઠવી ગામે સિંહે હુમલો કરતા યુવક ઘાયલ

પરિવારે બહાદુરીથી સિંહને ભગાડતા યુવકનો જીવ બચી ગયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે મોડી રાત્રે સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. રાજુભાઈ મનસુખભાઈ વાઘેલા પર થયેલા આ હુમલામાં તેમના પરિવારે બહાદુરીપૂર્વક સિંહને ભગાડી તેમનો જીવ બચાવ્યો હતો.
હુમલામાં રાજુભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક તંત્ર સક્રિય બન્ યું છે. વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાના પગલાં લેવાઈ રહ્યા છે. તાજેતરના સમયમાં અમરેલી જિલ્લામાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા આવાગમન અને હુમલાની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને સિંહની સતત દેખરેખ રાખવા, લોકોને સુરક્ષા પૂરી પાડવા અને રાત્રિના સમયે ખાસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ