રાજુલાના કડીયાળી 66 કે.વી. સબસ્ટેશનમાં ફરી પાણી ઘૂસતાં 7થી 8 ગામો છેલ્લા બે દિવસથી અંધારપટમાં

રાજુલા તાલુકાના કડીયાળી સ્થિત 66 કે.વી. સબસ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી જતાં દરિયાકાંઠાના ભેરાય, રામપરા, પીપાવાવ, ઝોલાપુર, નિંગાળા, કડીયાળી, કથીવદર અને વિસળીયા સહિતના ગામોમાં છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો ગંભીર રીતે ખોરવાયો છે. જેના કારણે હજારો ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ કડીયાળી 66 કે.વી. સબસ્ટેશનમાં ચોમાસા દરમિયાન કે સામાન્ય વરસાદમાં પણ અવારનવાર પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાય છે. પરિણામે દર વર્ષે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાય છે અને લોકો હેરાનગતિ ભોગવે છે.
આ મુદ્દે અનેક વખત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે વરસાદ પડતાં જ ફરીથી વીજ વ્યવસ્થા ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાય છે.
સ્થાનિકોમાં ઉઠેલી માંગ મુજબ કડીયાળી 66 કે.વી. સબસ્ટેશનને ઊંચા પ્લેટફોર્મ પર સ્થળાંતરિત કરવામાં આવે અથવા પાણી ન ઘૂસે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે,
જેથી દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો અંત આવે. છેલ્લા બે દિવસથી અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો હજુ સુધી સંપૂર્ણપણે પૂર્વવત થયો ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છ તરફ સ્થાનિક પીજીવીસીએલ સતત દોડધામ કરે છે સ્ટાફ પણ કામે લગાડ્યો છે પણ પાણી નો નિકાલ થાય તો તરત લાઈટ શરૂ થઈ જશે તેમ પીજીવીસીએલ વાળાએ જણાવ્યું હતું

રિલેટેડ ન્યૂઝ