114.250 કિલો ઘઉં અને 123.200 કિલો ચોખા જપ્ત
બની બેઠેલા ગરીબો અનાજના કાળા બજાર કરી સરકારને ચૂનો લગાડતા હોવાનો ખુલાસો
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ચારણીયા રોડ પરથી બિન અધિકૃત રીતે અનાજનો જથ્થો પસાર થતો હોવાની બાતમીના આધારે વડિયા મામલતદારની ટીમે તેનો પીછો કરીને તેને રોકાવી જરૂરી માહિતી માંગતા તે ના હોય ત્યારે આ બિન અધિકૃત અનાજનો જથ્થો, રીક્ષા અને વજન કાટો મામલતદાર ઓફિસે લાવી તેમની પર નિયમાંનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જથ્થા ને વડિયા સરકારી ગોડાઉન ખાતે જયારે રીક્ષા ને પોલીસ ને સોંપવામાં આવી હતી. આ બિન અધિકૃત જથ્થા સાથે ઝડપાયેલ શખ્સ ઈબ્રાહીમ મુસા માલવિયા અગાઉ પણ આ રીતે બિન અધિકૃત અનાજના જથ્થા સાથે ઝડપાયેલ હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારે આ બિન અધિકૃત અનાજનો જથ્થો બાબતે તપાસ કરતા સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ જથ્થો સસ્તા અનાજની દુકાનો માથી જે ગ્રાહકો માલ ખરીદ કરે છે તેમની પાસેથી ખરીદ કરીને અન્ય હોલસેલર વેપારીઓને સપ્લાય કરતા હોવાનુ જાણવા મળ્યું હતુ.ત્યારે આવા બની બેઠેલા ગરીબો જે સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી મફત અનાજ મેળવી નાણાં મેળવી વેચે છે અને સરકાર ને અનાજ રૂપી ચૂનો લગાવે છે ત્યારે આવા બની બેઠેલા ગરીબો જે સાચા અનાજ માફિયાઓ છે તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી બને છે જો આ બિન અધિકૃત અનાજ સાથે પકડાયેલા શખ્સની પૂછપરછ કરવામાં આવે તો આ અનાજ કોની પાસેથી લીધું તેની વિગત મેળવી આ રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી કરી શકાય પરંતુ આ માટે કા તો તંત્ર ની ઇચ્છાશક્તિનો અભાવ હોય કે પછી રાજકીય હસ્તક્ષેપ વિક્ષેપ રૂપ બનતો હોય શકે પરંતુ આ બાબતને ગંભીર ગણી આવા રેશનકાર્ડ ધારકો સામે પણ કાર્યવાહી કરવી જરૂરી બંને છે તો જ આ પ્રવૃતી ને અટકાવવા માં સફળતા મળી શકે.
