નબળા વર્ષની આગાહીઓએ ખેડૂતો ને મૂંઝવી દીધા હતા
અલનિનો ના કારણે નબળું વર્ષ રહેશે.તેવી આગાહીઓ વચ્ચે પણ તળાજા પંથકના ખેડૂતોએ સૌથીવધુ મગફળી બાદ બીજા નંબરે કપાસ નું વાવેતર કરી નાખ્યું હતું કુદરત ના ભરોસે.એ ભરોસો તો કુદરતે ભાંગવા ન દીધો સાથે અહીં મૌલાત ઉપયોગી જ વરસાદ વરસ્યો જેથી ખેડૂતો ને કોઈ નુકશાની વેઠવી ન પડી સાથે શેત્રુંજી ડેમ જે જિલ્લામાંય ખાસકરીને તળાજા માટે જીવાદોરી માનવામાં આવેછે તે પણ છલકાઈ જતા તળાજા ના શેત્રુંજી કમાન્ડ એરિયાના ખેડૂતો અને નાના મોટા ધંધાર્થીઓ,ડેવલોપર્સ સહિતના ધંધાદારીઓમા હર્ષ છવાઈ ગયોછે.
વરૂણદેવ અમરેલી જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લા માટે રૌદ્રસ્વરૂપ સાબિત થયા તેની સાથેસાથે ભાવનગર જિલ્લા માટે એજરૌદ્ર સ્વરૂપ આશીર્વાદ સમાન રહ્યું.ગોહિલવાડ ની જીવાદોરી શેત્રુંજી ડેમછે.તેમાંય તળાજા પંથકમાં શેત્રુંજી સિંચાઈ યોજનનો મહત્તમ કમાન્ડ એરિયા આવેછે આથી સૌથીવધુ લાભ તળાજા ને થવાનો છે.24 કલાકમાજ ખાસ કરીને સૌથીવધુ રાત્રી સમએજ પાણીના મહત્તમ પોણાબે લાખ ક્યુસેક ના આવતા પ્રવાહને લઈ ડેમ ભરાઈ ગયો.
જેને લઈ આજ સવાર થીજ તળાજા પંથકના ખેડૂતો,પશુપાલકો અને નાના વેપારીઓ થી લઈ મોટા ઉદ્યોગકારો ના સતત ફોન રણકતા રહ્યાહતા.સૌના મુખમાં એકજ સવાલ હતો ડેમ ની સપાટી ક્યાં પહોંચી. શેત્રુંજી ડેમ ભરાયા ના વાવડ એ તળાજા ના સોસીયલ મીડિયામાં ’મુકો લાપસી ના આંધણ’ મેસેજ ફરતા થયાહતા.
શેત્રુંજી કમાન્ડ એરિયાના ખેડૂતોએ એટલા ખુશહતા કે આ ચોમાસુ નબળું જાયતોય ચિંતા નથી.શિયાળુ ઉનાળુ બંને સિઝન નો પાક લઈ શકાશે.ખેત પેદાશ ઉપર આર્થિક સદ્ધર હોવાના કારણે તેની નાની મોટી અસર દરેક ધંધાર્થીઓ પરપડે છે.
અહીં વર્ષોની પરંપરા રહીછેકે શેત્રુંજી જળાશય ભરાઈ જાય એટલે સાતમ-આઠમ,દિવાળી સહિતના દરેક તહેવારો સારાજાય.સાથે જમીન મિલ્કત ના ભાવમા પણ ઉછાળો આવે.કારણકે ખેડૂતો દેવું કરતા એટલે મૂંઝાતા નથી કારણકે તેઓને એક નહોતો બીજી સિઝન સારી જશેતેમાંથી આવક થશેને દેવું ચૂકતે કરીશું.
