માંગરોળ-પોરબંદર હાઈવે પર બાઈક બોલેરો વચ્ચે અકસ્માત : એકનું મોત

બે વ્યક્તિઓ સારવાર હેઠળ : રહીજ ગામમાં શોકનું મોજુ

માંગરોળ પોરબંદર બાયપાસ રોડ પર માર્ગ અકસ્માતમા બાઇક સવાર રહીજના સમાજ સેવક ગોવિંદભાઈ રામ આહિર નુ કરુણ મોત નિપજ્યું છે.
માંગરોળના મકતુપુર ચેકપોસ્ટ નજીક આવેલી નર્સરીમાંથી બહાર નીકળતા એક બોલેરો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે માંગરોળ નજીકના રહીજ ગામના આશરે 35 વર્ષીય ગોવિંદભાઈ જગમાલભાઇ રામનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે મોટરસાયકલ પર સવાર અમૃતભાઈ રામ અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ કરુણ બનાવથી તેમના પરિવાર મા તેમજ નાના એવા રહીજ ગામમા શૌક છવાઈ ગયેલ છે,,
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે…

રિલેટેડ ન્યૂઝ