જાફરાબાદ મેન બજારમાં ટ્રાફિક ઉભી કરતા વાહન ચાલકો અટવાયા હતા આ બજાર વિસ્તાર માં સવારના સમયે મોટાપાયે ભીડભાડ વાળો વિસ્તાર હોય અહીંથી રાહદારીઓ તથા ટુ વ્હીલર ચાલકો ની મોટી માત્રામાં અવરજવર હોય અહીં આવેલ મીઠાઈની દુકાનદાર દ્વારા પોતાનું દૂધના બોક્સ ઉતારવા માટે પોતાની દુકાને અધવચ્ચે છકડો રિક્ષા ઉભી રહી ટ્રાફિક ને અડચણ ઉભી કરવામાં આવી રહી છે. અહીં થી પસાર થતા ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ અને રખડતા ઢોરો ના લીધે કોઈ ગંભીર અકસ્માત સર્જાઇ તો જવાબદારી કોની..?? આ બાબતે અનેક વખત મૌખિક રજૂઆતો છતાં પોલીસ તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. શું કોઈ અનિચ્છનિય ઘટના ઘટે ત્યારે ધ્યાન ઉપર લેવામાં આવશે..?? આ ભરચક્ક વિસ્તારમાં પોતાની માલિકી સમજી અધવચ્ચે દૂધ ભરેલી રિક્ષા ઉભી રાખી અડચણ ઉભી કરવામાં આવી રહી હોય પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા ધ્યાન ઉપર લઇ આ દુકાન દ્વારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે પછી હોતા હૈ ચલતા હૈ તેવું અપનાવવામાં આવશે..?? અહીં થી પસાર થતા વાહનચાલકો તથા ટુ વ્હીલર ચાલકો તથા રાહદારીઓ પડતી મુશ્કેલીનો અંત લાવવામાં આવશે…??? આ બાબતે ટ્રાફિક વિભાગ ધ્યાન ઉપર લઇ આ ભીડભાડ બજારમાં ટ્રાફિક ને અડચણ ઉભી કરતા દુકાનદાર ઉપર અને રિક્ષા ચાલક ઉપર ટ્રાફિક નિયમનો ઉલાડીયો કરતા હોય તેની ઉપર પગલાં લેવા માટે રાહદારીઓ તથા વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.
રિલેટેડ ન્યૂઝ
-
લોકોના પ્રશ્ર્નોને પ્રાથમિકતા આપી હકારાત્મક નિકાલ લાવવા અધિકારીઓને સુચના
જામનગરમાં સાંસદની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ દિશા સમિતિની બેઠક યોજાઈ : વિવિધ વિકાસકાર્યો અને સરકારી યોજનાઓની માહિતી... -
ધારી-ખાંભા હાઈવે પર વરસાદી રાત્રે સિંહણના રોડ પર આંટા ફેરા
વરસાદની મોજ માણતી જંગલની મહારાણીના દ્રશ્યો કેમેરામાં કેદ અમરેલી જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી લોકો ખેડૂતો સહિતના ખુશહાલ... -
બાબરાની એસ.બી.આઈ. શાખામાં પાસબુક એન્ટ્રી મશીનમાં કરંટ આવવાનો આક્ષેપ
વરસાદના કારણે અર્થિગ આવતો હોવાનો બચાવ બાબરા શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં પાસબુક એન્ટ્રી માટે...
