બગસરામાં હાડપિંજર મળી આવતા ચકચાર ફેલાઇ તાજીયા દરમિયાન ખોવાયેલ અસ્થિર મગજની મહિલાનું હાડપિંજર હોવાનું તારણ

બગસરામાં તારીખ 26 ના રોજ તાજીયા ઝુલુસ દરમિયાન વિજય ચોક માંથી ખોવાયેલ હતા.આ મહિલા સ્થિર મગજના મહિલા હોવાનું જાણવા મળેલ હતું. આ મહિલા હમીદાબેન હનીફભાઇ ભટ્ટી ઉંમર વર્ષ 60 તેવો શહેરના હુડકો કોલોની રહેતા હતાજે ખોવાઈ ગયાની સમાજના અગ્રણીઓ તેમજ તેમજ આ મહિલાના ઘરના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશન અરજી કરવામાં આવેલી હતી જ્યારે આજે આ મહિલાનું શહેરના હુડકો વિસ્તારમાં આવેલા નરસીંગ સ્કૂલની પાછળની સાઈડથી હાડપિંજર મળી આવતા શહેરમાં ચકચાર મચી ઉઠ્યો છે.જયારે આ બાબતની જાણ પોલીસને થતા તત્કાલ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચીને પ્રથમ આ હાડપિંજરને બગસરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું હતું ત્યારબાદ આ હાડપિંજરને ભાવનગર એફએસએલ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ મહિલાનું હાડપિંજર કોઈ જંગલી જનાવરે ખાધેલું હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે જ્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ