કોલેજ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ અંગે સેમીનાર યોજાયો
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ કેમ્પસ, રાજકોટ ખાતે આશિક તંબોલ દ્વારા હેલ્થ અવેરનેશ અગે વિદ્યાર્થીઓને જ્ઞાન્નાવિત કરેલ. જેમાં તેમણે વિદ્યાર્થીઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સંતુલિત આહાર નિયમિત કસરત. તણાવમુક્ત જીવનશૈલી તથા આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે સરળ અને અસરકારક રીતે માર્ગદર્શન આપ્યું હતું આ વ્યાખ્યાનનું આયોજન અને સંચાલન કોલેજના આચાર્ય ડો. પ્રીતિબેન ગણાત્રાનાં સતત માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાનાં કો-ઓર્ડીનેટર ડો.દિલીપસિંહ ડોડિયા અને સહ-પ્રોગ્રામ ઓફિસર ડો. એચ. આર. ભાલિયા એ કરેલ. રાષ્ટ્રીય સેવા યોજનાનાં અને કોલેજનાં 180 વિદ્યાર્થીઓ દ્વારા ઉમળકાભેર ભાગ લઈ અને પોતાને સતાવતા/ઉદ્દભવતા પ્રશ્ર્નોની રજુવાત કરી હતી. જેના જવાબો આશિક તંબોલ સાહેબ તથા રાષ્ટ્રીય સેવા યોજનાનાં કો-ઓર્ડીનેટર ડો. દિલીપસિંહ ડોડિયા દ્વારા ઉદાહરણ આપી નિરાકરણ આપેલ હતું. આ વ્યાખ્યાનની સફળતાને બિરદાવતા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓ તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.