8.833 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઈ: રૂ.4.47 લાખનો મુદ્ામાલ જપ્ત
ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ(અગઝઋ) જુનાગઢ વિંગ, રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. ઉના તાલુકાના ચાંચકવડ રોડ પર આવેલા જોડીયા હનુમાન મંદિર સામેના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મોટી માત્રામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ. એક્ટની જોગવાઈઓ મુજબ અસરકારક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. બારોટના સીધા માર્ગદર્શન હેઠળ અગઝઋ જુનાગઢ વિંગની ટીમ સક્રિય બની હતી. ટીમના અ.હે.કો. અશ્વિનભાઈ બાબુભાઈને મળેલીવિશ્વસનીયબાતમીના આધારે ઉના-ચાંચકવડ રોડ પર આવેલા જોડીયા હનુમાન મંદિર સામેના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 8 કિલો 833 ગ્રામ વજનના ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.4,47,150 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં ગંગાદાસજી અવધેસદાસજી (ઉંમર 38 વર્ષ), રહેવાસી જોડીયા હનુમાન મંદિર, ઉના-ચાંચકવડ ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે ગઉઙજ અભિ-ં1985ની કલમ 8(સી) તથા 20(એ)(1) હેઠળ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરવામાં આવતું હતું, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ આ માદક પદાર્થનો ઉપયોગ અથવા સપ્લાય ક્યાં કરવામાં આવતો હતો તે સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. અગઝઋની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના ઉત્પાદન અને વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇન્સ. આર.બી. દેવમુરારી, અ.હે.કો. અશ્વિન ભાઈ બાબુભાઈ, અ.હે.કો. સિદ્ધરાજસિંહ મનુભા, પો. કોન્સ્ટેબલ સંજયભાઈ ડાયાભાઈ તથા પો. કોન્સ્ટેબલ નિલેશકુમાર નાનાભાઈએ સમગ્ર કાર્યવાહી સફળ તાપૂર્વક પાર પાડી હતી અને આ બાબતે ઉના પોલીસ ને મુદામાલ સાથે આરોપી સોપી આપતાં વધું તપાસ પીએસઆઈ બોરીચા ચલાવે છે