સમાધાન માટે બોલાવી હુમલો, બે ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા
બોટાદ શહેર ના ખસ રોડ પર આશરે 23 વર્ષીય યુવાન ની થઈ હત્યા તો અન્ય 2 લોકો ને ગંભીર ઈજા થતા 1 ને ભાવનગર ખસેડવામાં આવ્યા તો અન્ય 1 ને બોટાદ સબિહા હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવેલ..બોટાદ શહેર ના ખસ રોડ પર જૂની અદાવત માં સમાધાન માટે ભેગા થયા હોય સામા પક્ષે હુમલો કરતા હત્યા થયાની મળી રહી છે પ્રાથમિક માહિતી..હરપાલભાઈ રવુભાઈ ખાચર પર તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અક્ષયભાઈ રાજુભાઇ ખાચર આશરે ઉમર વર્ષ 23 ને ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા… સતુંભાઈ વલકુભાઈ બોરીચા ને સારવાર માટે બોટાદ ની સબિહા હોસ્પિટલમાં માં સારવાર હેઠળ.ઘટના ની જાણ થતાં જઙ,ઉઢજઙ, કઈઇ,જઘૠ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો.હુમલો કરનાર કોણ અને કેટલા લોકો હતા તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે.હત્યા ન ે લઈ હાલ પોલીસ દ્રારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા.પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ.આ હત્યાની ઘટનામાં મળતી માહીતી મુજબ હત્યા કરનાર ની બહેન ના મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામ આઈ ડી. પર ફ્રેન્ડડ રિકવેશટ મોકલવા બાબતે અગાવ થઈ હતી માથાકૂટ.અગાવ થયેલ માથાકૂટ ને લઈ 5 જેટલા લોકો ની હાજરી માં મૃતક સહિત ઈજા ગ્રસ્ત વચ્ચે સમાધાન માટે ખસ રોડ પર થયા હતા ભેગા.જેમાં વાતચીત દરમ્યાન બોલાચાલી બાદ મામલો બીચકાતા થયો હતો હુમલો.હુમલા માં હાલ 1 નું મોત અને 2 ઇજાગ્રસ્ત થયેલ છે.ઇજાગ્રસ્ત ખતરા ની બહાર હોવાનું બોટાદ એસ.પી. એ આપ્યું નિવેદન.ઇજાગ્રસ્ત પાસે થી મળેલ માહિતી મુજબ હાલ 1 ની ઓળખ થઈ છે અન્ય 4 ની ઓળખ બાકી હોવાનું બોટાદ એસ.પી એ આપ્યું નિવેદન.હુમલો કરી તમામ ફરાર થઈ ગયા છે.પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ છે.