Jai Hind

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પૂણ્યતિથિએ ઉપલેટામાં રકતદાન કેમ્પ

લેઉવા પટેલ સમાજમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે

આજીવન જેમણે લોકોના પ્રશ્નોને વાચા આપી તેમજ ધાર્મિક સ્થાનો ઉપર અદ્યતન બિલ્ડીંગો બનાવવા અને સેવાને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો તેવા સૌના પ્રેરણા સ્ત્રોત અને લડાયક લોકપ્રિય સેવાભાવી ખેડૂત નેતા પોરબંદરના પૂર્વ સાંસદ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા ની વશ્મી વિદાય ને આજે સાત વર્ષ થવા છતાં લોકોના હૃદયમાં આજે પણ તેના કાર્યો થકી જીવંત છે સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવા પ્રકલ્પોનું આયોજન થઈ રહ્યું છે
આગામી તા. 29 બુધવારના રોજ સવારે 8 0 થી બપોરના 1 0 વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ, શહીદ અર્જુન રોડ, ઉપલેટા ખાતે સેવારૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સર્વેના શુભગ સમન્વયથી પંથકના દરિદ્ર નારાયણની સેવા માટે મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરેલ છે આ કેમ્પમાં પોરબંદરની આશા બ્લડ બેન્ક સેવા આપશે.
ગોલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા ની કંડારેલ સેવાની રાહ ઉપર લોક સેવાની જ્યોતને ઝળહળતી રાખવાનું જેમને બીડું ઝડપ્યું છે એવા યુવા નેતા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ની અધ્યક્ષતામાં અને પટેલ સમાજ યુવા સોશિયલ ગ્રુપના પ્રમુખ ઉત્તમભાઈ ઠુંમર (ભોલે) તથા તેમની ટીમના માર્ગદર્શન તળે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આ મહારક્તદાન કેમ્પમાં ઉપલેટા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.