ઉના તરફથી આવતી કારે મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર બનાવ બન્યો હતો
કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ધીરુભાઈ કાનાભાઇ મોરી ( ઉંમર આશરે 57 વર્ષ ) તેમની મોટર સાયકલ મા તેમના સબંધી ની દીકરી પીનલબેનને તેમના ગામ જમાનવાડા મુકવા જઈ રહ્યા હતા. ત્યારે તેઓ અડવી ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળ થી પૂરપાટ ઝડપે સરકારી ઓફિસની ટાટા સૂમો ગાડીએ આ મોટર સાયકલને હડફેટે લેતા ચાલક ધીરુભાઈ મોરીનું ઘટના સ્થળે મોત થયું હતું. અને પીનલબેનને ગંભીર ઇજા પહોંચી હતી.આ અકસ્માતનો કેસ કોડીનાર કોર્ટમાં ચાલી જતા જજ મરણ જનારના વારસદારને અને ઇજા પસમનારનેે વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
કોડીનાર ઉના રોડ ઉપર અડવી ગામના પાટીયા પાસે થયેલ વાહન અકસ્માતમા મૃત્યુ પામનાર ધીરૂ કાનાભાઈ મોરીના વારસદારોને રૂા.11,44,000/- તેમજ ઈજા પામનાર પીનલબેન બાલુભાઈ સોલંકીને રૂા.40,88,685/- નુ વળતર ચૂકવવા મહે.કેડીનારના મોટર એકસી. કલેઈમ ટીબ્યુનલ ધ્વારા ચૂકવવા આદેશ કરાયો છે.
આ ઘટના ની ટૂંકી વિગત એવી છે કે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ધીરૂભાઈ કાનાભાઈ મોરી તા.06/03/2023 ના રોજ જમનવાડા ગામના આશાસ્પદ દીકરી પીનલબેન બાલુભાઈ સોલંકી તેઓની મોટર સાઈકલ મા પાછળ બેસાડી ડોળાસા થી જમનવાડા ગામે મુકવા જતા હતા તેવા સમયે ઉના કોડીનાર હાઈવે રોડ પર અડવી ગામના પાટીયા પાસે પોંહચતા ઉના તરફથી આવતા નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ પંચાયત પેટા વીભાગ ઉના ની માલીકીની ડાઈવરે ધીરૂભાઈની મોટર સાઈકલ ને પાછળથી હડફેટે લેતા ભંયકર અકસ્માત સર્જાયેલ જેમા ધીરૂભાઈનુ અવસાન થયેલ જયારે પીનલબેનને ગંભીર સ્વરૂપની ઈજાઓ થતા સંપુર્ણ પણે અપંગ બની જતા કાયમી સ્વરૂપની ખોટ રહી ગઈ હતી.