સર્વે કરવા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની મુખ્યમંત્રીને રજૂઆત
માળીયા હાટીના અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી જણાવ્યું છે કે માંગરોળ અને માળીયાહાટીનામાં જોરદાર વરસાદના કારણે મોટા પાયે નુકસાની થયેલ છે તો તાત્કાલિક સર્વે કરવા માંગણી કરી છે ધારાસભ્ય એ પત્ર માં જણાવ્યું છે કે , આઠ દિવસ પહેલા માંગરોળમાં ત્રણ દિવસમાં 41 ઇચ અને માળીયા હાટીના તાલુકા માં ત્રણ દિવસમાં 30 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા નદીઓ માં ઘોડા પૂરો આવ્યા હતા અને નાના મોટા ક્રોઝવે પુલ ધોવાઈ ગયા છે તેમજ ખેડૂતો ખેતરોમાં મોટાપાયે ધોવાણ થઈ ગયું છે મોટા પાયે નુકસાની થયેલ છે ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતો વાવણી કરી શકે એમ પણ નથી એવી પણ પોઝિશન ઘણી જગ્યાએ જોવા મળે છે આમ માંગરોળ અને માળીયાહાટીના વિસ્તારમાં મોટાપાયે નુકસાની થયેલ છે તો તાત્કાલિક. સર્વે કરવા ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા એ માગણી કરી છે