Jai Hind

વેરાવળ જુગારના અડ્ડા પર દરોડા દરમ્યાન પોલીસ પર હુમલા પ્રકરણે 33 આરોપી ઝડપાયા

કોળીવાડામાં સ્ટેટમોનિટરીંગ સેલે પાડયો હતો દરોડો

વેરાવળના કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસ પર હુમલો અને ફાયરિંગની ઘટના બની હતી. ગીર સોમનાથ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી વધુ તેજ બનાવી છે અને અત્યાર સુધીમાં કુલ 33 આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગે વિભાગીય પોલીસ અધિકારી ચેતન ખટાણા એ પત્રકાર પરિષદ માં માહિતી આપતા જણાવેલ કે, કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન જુગાર રમતા શખ્સો અને ત્યારબાદ એકઠા થયેલા ટોળાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે જખઈ ના પોલીસ ઇન્સ્પેક્ટર આત્મરક્ષા માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટના એ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ઘટના બાદ પોલીસે બે અલગ-અલગ ગુનો નોંધ્યા છે. એક ગુનો જુગારધારા હેઠળ નોંધાયો છે, જેમાં કુલ 34 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે અને તેમાંથી અત્યાર સુધી 13 આરોપીઓને ઝડપી લેવાયા છે. બીજો ગુનો પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ નોંધાયો છે, જેમાં 40 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો અને તેમાંથી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર આરોપી ઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ એલસીબી, એસઓજી અને ડી-સ્ટાફ ની વિશેષ ટીમ ને કામે લગાડી છે. વિવિધ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
વિભાગીય પોલીસ અધિકારી ચેતન ખટાણા એ વધુમાં જણાવેલ કે, આ બંને ગુનાઓમાં હજુ ફરાર રહેલા આરોપી ઓને કાયદાના ચક્ર માં લાવવા માટે પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહેશે. કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં અને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેરાવળમાં બનેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ પણ વિવિધ પાસા ઓને ધ્યાનમાં રાખીને આગળ ધપાવવામાં આવી રહી છે.