Jai Hind

કોડીનાર સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી દ્વારા વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ગીર સોમનાથ જિલ્લામાં 15,000 થી વધુ મહિલા સભ્યો ધરાવતી

ગીર સોમનાથ જિલ્લાના 140 થી વધુ ગામોમાં 1450 થી વધારે સ્વ-સહાય જૂથોના 15000 થી વધારે બહેનો સાથે કાર્યરત એવી કોડીનાર સોરઠ મહિલા વિકાસ મંડળીની 15 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કોડીનાર અંબુજાનગર ખાતે કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર જીતેન્દ્ર વાઘેલા ,અદાણી સિમેન્ટના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર સંજય વશિષ્ઠ તેમજ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા તેમાં અંબુજા ફાઉન્ડેશનના જનરલ મેનેજર દલસુખ વઘાસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે જિલ્લા કલેકટર જીતેન્દ્ર વાઘેલાએ સરકારની મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. કોડીનારના વડનગર ખાતે આવેલી અંબુજા સિમેન્ટ તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનની સ્થાપના 1993 થી કરવામાં આવેલી હતી અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તાલુકાના ગ્રામીણ પરિવારોને સમૃદ્ધિની શ્રેષ્ઠ તક આપવા દરેક પ્રકારે મદદરૂપ થાય છે જેમાં જળ સંસાધન, કૃષિ અને કૌશલ્ય આધારિત આજીવિકા નિર્માણ, આરોગ્ય ,શિક્ષણ અને મહિલા સશક્તિકરણ તેમજ ગ્રામીણ માળખાગત સુવિધાઓના સામાજિક ક્ષેત્રે આગવું કાર્ય કરે છે અંબુજાસ ફાઉન્ડેશનના સહયોગથી સોરઠ મહિલા વિકાસ મંડળની સ્થાપના 2012માં કરવામાં આવી હતી જ્યાં જે વટ વૃક્ષ બની ગઈ છે અને આ મંડળમાં ગીર સોમનાથ જિલ્લાની 15,000 થી વધુ મહિલાઓ જોડાઈને એક વટ વૃક્ષ બની ગયું છે.
મંડળી દ્વારા બહેનોના સોસીયલ ઇસ્યુ,પરિવાર વઁદના,વિધવા સન્માન અને રક્ષા કવચ, આરોગ્ય અને સ્વ્ચ્છતા ની જાળવણી માટે શેનીટેશન નું બાંધકામ , આવક વૃદ્ધિની પ્રવૃતિઓ, સેનેટરી પેડ તાલીમ, વ્યસન મુક્તિ તેમજ સરકારી ની વિવિધ યોજનાઓ સાથે મહિલાઓના જોડાણ દ્વારા વિવિધ પ્રવૃત્તિ સાથે કાર્યરત છે. અદાણી સિમેન્ટના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર સંજય વસીષ્ઠ દ્વારા સોરઠ મંડળી દ્વારા કરવામાં આવતા વિવિધતા સભર કામોની ખુબ પ્રશંસા કરવામાં આવેલ. મંડળી ની બહેનો પાસે આ બધા કામોનો બહોળો અનુભવ છે જેના સંદર્ભે આ સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી એનો કાર્ય વિસ્તાર વધારવા ઉપર ભાર મુકવામાં આવેલ જેનાથી અન્ય વિસ્તારોના બહેનોની સમસ્યા ઉપર પણ ધ્યાન આપી શકાય. અંબુજા ફાઉન્ડેશન ના મોતીબેન ચાવડાએ સોરઠ મહિલા વિકાસની સફળ ગાથા ની માહિતી આપેલ તેમજ મંડળી માટે પોતાના અથાગ પ્રયાસો કાયમ માટે ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવી.આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું.