Jai Hind

મેંદરડા પાસે ખેતરમાં જુગારધામ ઝડપાયું: 6 જુગારીઓ ઝડપાયા

રોકડ સહિત રૂા. ર.43 લાખનો મુદ્ામાલ જપ્ત

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ એ મેંદરડા પંથક માંથી જુગારનો અખાડો પકડી પાડ્યો હતો. અણીયારા-ખોરાસા રોડ ઉપર આવેલ ખેતરની ઓરડીમાં જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડી, રોકડા રૂપિયા તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા. 2.43,200નો મુદામાલ કબજે લઈ, પકડાયેલા શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના માણસો જુનાગઢ જિલ્લા વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ સબબ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી બાતમીદારો મારફતે બાતમી હકિકત મળેલ કે, મેંદરડા તાલુકાના અણીયારા ગામના હાદાભાઇ દાનાભાઇ ડાંગર તેમની ખેતીની જમીન અણીયારા – ખોરાસા રોડ પર આવેલ છે. ત્યાં રહેણાંક મકાને બહારથી માણસોને બોલાવી તીનપતી નામનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી ચોક્કસ હકિકતના આધારે ક્રાઈમ બ્રાન્ચ એ દરોડો પાડતા, જુગાર રમતા હાદાભાઇ દાનાભાઇ ડાંગર (રહે. અણીયારા), અજયભાઇ ભુવનભાઇ પાઘડાર (રહે. અણીયારા), અલ્પેશભાઇ પ્રવિણભાઇ જાદવ (રહે. અણીયા), મહેશભાઇ વાલાભાઇ કારેથા, (રહે. ઢાંઢાવાડા) દેવેન્દ્રભાઇ ધીરૂભાઇ વેકરીયા (રહે. બગડુ) તથા હિતેષભાઇ પરબતભાઇ કારેથા (રહે. ખોરાસા) મળી આવતા તમામને પકડી પાડી, પટ માંથી રોકડા રૂ. 58,200 તથા મોબાઇલ સહિત કુલ રૂ. 2,43,200 નો મુદામાલ કબજે કરી, આરોપીઓ સામે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કૃણાલ એમ.પટેલ, પો.સ.ઇ. એસ.એ. સોલંકી, એ.એસ.આઇ. યશપાલસિંહ જાડેજા, ઉમેશચંદ્ર વેગડા, પો.કોન્સ. દિપકભાઇ ચૌહાણ, વિક્રમભાઇ પરમાર, રાજુભાઇ કટારા, મયુરભાઇ કોડીયાતર, રાજદિપસિંહ વાઘેલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.