ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય જૂનાગઢની બે વિદ્યાર્થીની કાનાણી વૈશાલીબેન અને ધરાઈયા મેઘનાબેન એ મનોવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી સંપન્ન કર્યું છે.
કાનાણી વૈશાલીબેન મધુભાઈએA STUDY OFEFFECT OF PARENTINGSTYLE ON SOCIALINTELLIGENCE ANDSPIRITUAL
INTELLIGENCE વિષયે પોતાનાં ગાઇડ ડો. ડો. કિરીટકુમાર નંદાણીયાની ઉપસ્થિતીમાં પોતાનો થીસીસ આખરી વાઇવા દરમ્યાન રજુ કર્યો હતો. જ્યારે સુશ્રી ધરાઇયા મેઘનાબેન જનકભાઇએ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓમાં સિધ્ધીની પ્રેરણા, શૈક્ષણીક મનોભાર અને તેનો સામનો કરવાની વ્યહરચનાનાં મનોવૈજ્ઞાનિક અભ્યાસ વિષયે પોતાનાં માર્ગદર્શક ડો. શારદાબેન વિરાણીની ઉપસ્થિતીમાં આખરી વાઇવા દરમ્યાન પોતાનું શોધપત્ર પ્રસ્તુત કર્યુ હતુ. બન્ને વિદ્યાર્થીનીનાં ફાઇનલ વાઇવા દરમ્યાન બાહ્ય પરીક્ષક તરીકે ગવર્મેન્ટ મીરા ગર્લ્સ કોલેજ, ઉદયપુર, રાજસ્થાનના પ્રો.(ડો.) અજયકુમાર ચૈાધરીએ થીસીને ગ્રાહ્ય રાખતા ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.વર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે બંને વિદ્યાર્થિનીઓને નોટીફિકશેન અને પ્રોવિઝનલ સર્ટીફિકેટ અર્પીત કરી, ઉજજ્વળ ભાવીની શુભકામના પાઠવી હતી.