Jai Hind

ભાણવડમાં ભોં ટાંકામાં પડેલા આલખાનું રેસ્કયુ કરાયું

એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમની કામગીરી

ભાણવડ તાલુકા પંચાયત સામેના રહેણાક વિસ્તારમાં રવિવારે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. પાણીના ભોં-ટાકાના માત્ર 2/2 ફૂટના અત્યંત સાંકડા ઢાંકણામાંથી એક મહાકાય ધણખૂટ (આખલો) અંદર ખાબક્યો હતો. જેનું રેસ્કયુ કરાયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ તેમની ટીમ અને જેસીબી મશીન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમની કોઠાસૂઝ તથા નગરપાલિકાના જેસીબીની મદદથી કલાકોની ભારે મથામણ બાદ આ કદાવર આખલાને ટાકામાંથી સુરક્ષિત બહાર કાઢી લેવાયો હતો. ધણખૂટને બહાર કાઢતાની સાથે જ ટીમ દ્વારા સ્થળ પર જ તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ત્યાં જ મુક્ત કરવામાં આવ્યો હતો.