ખાંભા તાલુકાના કોટડા ગામની સીમ વિસ્તારમાં વીજ લાઇનના સમારકામ માટે ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ ખાંભા, પીજીવીસીએલમાં છેલ્લા પથી 6વર્ષથી ફરજ બજાવતા ઈલેકિટ્રક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા એસ.વી. ડામોર વીજ લાઇનનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે કોટડા ગામના રામકુભાઈ ખાડક નામના શખ્સે તેમના પર ઢીકા-પાટુ તથા લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર માટે ખાંભા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે પીજીવીસીએલના કર્મચારીએ ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ખાંભા પોલીસે ઈજાગ્રસ્ત કર્મચારીના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે અને સરકારી ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.
આ અંગે જુનિયર ઈજનેર પી.કે. ચૌહાણે જણાવ્યુ હતું કે, આજ રોજઅમારા લાઈન સ્ટાફ એસ.વી. ડામોરભાઈ સાથે કોન્ટ્રાકટરની ગેંગ સાથ..ઇંગોરાળા ખેતીવાડી ફીડર કે જે કોટડા ગામની સીમ વિસ્તારમાં આવે છે, ત્યાં વીજપોલ ધરાશાયી થયા હતા ચોમાસાના કારણે, તે ઉભા કરવા માટે અને લાઈનની સમારકામની કામગીરી માટે પહોંચ્યા હતા.
સ્થળ પર રામકુભાઈ ખડક નામના ગ્રાહક દ્વારા એસ.વી. ડામોરને કહેવામાં આવ્યું. અમારૂં કનેકશન સૌપ્રથમ શરૂ કરવામાં આવે અને લાઈન આગળનું કામ છોડી અમારૂં કામ કનેકશન પહેલા શરૂ કરી દેવામાં આવે. એસ.વી. ડામોરના પાડતા… એમના જણાવ્યા અનુસાર લાઈન પહેલા શરૂ કરવી પડે આગળનું કામ પહેલા કરવું પડે જેથી કરીને સમગ્ર વિસ્તારના ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો મળી રહે. તેવી કર્મચારી આજીજી કરતા આપેલ ગ્રાહક રામકુભાઈ ખડક દ્વારા લાઈન સ્ટાફને ધમકી આપવામાં આવી અને ઢોર માર મારવામાં આવ્યો લોખંડના હથિયાર દ્વારા એના ઉપર હુમલો કરવામાં આવ્યો, ઝાપટોના પ્રહાર કરવામાં આવ્યા અને જાણ થતાં અમારી પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સાથે જ 11રની ટીમ, 108ની ટીમ પણ પહોંચી ગઈ હતી. હાલમાં લાઈન સ્ટાફ ઇલેકિટ્રકલ આસિસ્ટન્ટ ખાંભા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા છે. અને ખાંભા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.