છાત્રોને ઈનોવેશન અને ટેકનોલોજીની માહિતી મેળવી
આ કાર્યક્રમમાં મુખ્ય રિસોર્સ પર્સન તરીકે ડો. કે. આર. ભરાડ- ચેરમેન બોર્ડ ઓફ રૂલર સ્ટડી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને ઇનોવેશન તેમજ નવા વિચારોનું મહત્વ પુષ્કળ ઉદાહરણો સહિત સમજાવ્યું. તેઓએ જણાવેલ કે અમેરિકા,કોરિયા, જાપાન, સ્વીઝરલેન્ડ જેવા દેશો અત્યંત અસરકારક ઇનોવેશન માટેની યોગ્ય સિસ્ટમ ગોઠવેલ છે. જેના દ્વારા તેઓએ ભૌગોલિક તેમજ રાજકીય અંકુશ, પુષ્કળ સત્તા તેમજ પૈસા- ઇનોવેશન તેમજ ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત કરેલ તે વિગતવાર જણાવ્યું. ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેકનોલોજી તેમજ ઇનોવેશન અભિમુખ બનાવવાના પ્રયત્નોની ચર્ચા કરેલ. વિષય નવો તેમજ નવીનતા પૂર્ણ હોવાને કારણે વિદ્યાર્થીઓએ અત્યંત રસપૂર્વક ચર્ચા સાંભળેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઈંઈંઈ – બી.આર.એસ કોલેજ, કેમ્પસ- ડુમિયાણી, ઉપલેટા ના કો-ઓર્ડીનેટર અદિતિબેન પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.