પોરબંદર, રાજકોટ, સિકંદરાબાદ સહિતની ગાડી અન્ય રૂટ પર દોડશે
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે અનેક ટ્રેન સેવાઓના રૂટ ડાયવર્ટ (માર્ગ પરિવર્તિત) કરવામાં આવ્યા છે, રાજકોટ ડિવિઝન સંબંધિત પ્રભાવિત ટ્રેન સેવાઓની વિગતો નીચે મુજબ છે:
(1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ, જે 13 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂટ પરથી દોડશે. (2) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ, જે 14 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂટ પરથી દોડશે. (3) ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ, જે 15 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂટ પરથી દોડશે. (4) ટ્રેન નંબર 16614 કોયમ્બતૂર-રાજકોટ એક્સપ્રેસ, જે 10 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂટ પરથી દોડશે. (5) ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 13 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે. (6) ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 15 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે. (7) ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 16 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે. (8) ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 14 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે. (9) ટ્રેન નંબર 16613 રાજકોટ-કોયમ્બતૂર એક્સપ્રેસ, જે 12 જુલાઈના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે.