Jai Hind

સાવરકુંડલાના જીરા રેલવે સ્ટેશને પ્લેટફોર્મમાં નબળી ગુણવતાનું કામ : ખુદ સાંસદ ચોકી ઉઠ્યા

રેલવે સ્ટેશનને ટનાટન બનાવવાના વડાપ્રધાનના પ્રયાસો પર અધિકારીઓ-કોન્ટ્રાક્ટરની મિલી ભગતે પાણી ફેરવી દીધુ

દેશના વડાપ્રધાનના રેલ્વે સ્ટેશન ને ટનાટન બનાવવાના પ્રયાસો ઉપર ભાવનગર ડિવિઝન રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી કરોડો રૂપિયા અને પાણી ફેરવી દેવામાં આવ્યું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા રેલ્વે સ્ટેશન પર થોડા મહિના પહેલાં બનેલા પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરી ને લઈ સવાલો ઉઠ્યા સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરીયાને લેખિત રજૂઆત કરતાં સાંસદ જાતે જ સ્થળ પર પહોંચી પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું હતું તપાસ દરમિયાન નબળી કામગીરી સામે આવતાં સંબંધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે….
સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે જીરા રેલ્વે સ્ટેશનના નવા બનેલા પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરી અંગે ચાર દિવસ પહેલાં અમરેલીના સાંસદ ભરત સુતરીયાને પત્ર લખી રજૂઆત કરી હતી રજૂઆતને ગંભીરતાથી લઈ સાંસદ ભરત સુતરીયા જાતે જ જીરા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા અને પ્લેટફોર્મનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ દરમિયાન નબળી કામગીરી થઈ હોવાનું નજર સમક્ષ આવતા સંબંધિત રેલવે અધિકારીઓ સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે પ્લેટફોર્મનું કામ નબળી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોવા છતાં કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી દેવામાં આવી છે સાથે જ જવાબદાર અધિકારીઓએ આવી કામગીરી કેવી રીતે સ્વીકારી તે અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
જીરા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નું કામ થોડા મહિના પહેલા કરવામાં આવેલ છે હાલમાં કામગીરી નબળી થઇ હોવાનું સાંસદ સુતરીયા એ વાત કરી હતી 6 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોમાં આ પ્લેટફોર્મનું કામ કરવામાં આવેલ છે પરંતુ પ્લેટફોર્મમાં થયેલી નબળી કામગીરી સાંસદની નજરે ચઢતાં સાંસદ ભરત સુતરીયાએ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની તેમજ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે જે નબળું કામ થયું છે એને તોડી નવું કામ કરાવવા ની પણ સૂચના અધિકારી ને આપી છે.