Jai Hind

ખંભાળીયા: બાઈક પર સ્ટંટ કરનાર ચાર ઝબ્બે

ખંભાળિયા વિસ્તારમાં ભયજનક રીતે બાઈક હંકારીને તેમજ રેસિંગ કરતા બાઇકર્સ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ પી.એસ.આઈ. જે.બી. જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા તાજેતરમાં ઓવર સ્પીડ તેમજ ભયજનક રીતે બાઈક રેસિંગ કરતા ચાર શખ્સોના એક વાઇરલ થયેલા વીડિયોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આ અંગે તાકીદની કાર્યવાહી કરી, જાહેર માર્ગ પર ભયજનક રીતે અને પૂરપાટ ઝડપે રેસિંગ કરતા અલગ અલગ ચાર બાઈકર્સને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સોની પોલીસે બાઈક ડીટેઈન કરી, દંડનીય કાર્યવાહી કરીને આ તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું.