પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
કલ્યાણપુરમાં એક સગીરાના અપહરણ સંદર્ભેના મુખ્ય આરોપી તેમજ તેને મદદગારી કરનારા રાવલ ગામના રહીશ એવા બે શખ્સોને સ્થાનિક પોલીસે દબોચી લીધા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રહીશ એવા એક પરિવારની 15 વર્ષ 2 માસની સગીર વયની પુત્રીને રાવલ ગામનો રહીશ સુરજ ઉર્ફે સુરેશ હરદાસ જાદવ નામનો સવા અઢાર વર્ષની વયનો શખ્સ લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઇરાદાથી સગીરાના પરિવારના વાલીપણામાંથી અપહરણ કરીને ભગાડી જવા સબબ અપહરણ તેમજ પોક્સો સહિતની જુદી જુદી કલમ હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં તા. 10 જુલાઈના રોજ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આ પ્રકરણના મુખ્ય આરોપી એવા સુરજ ઉર્ફે સુરેશ હરદાસભાઈ જાદવ તેમજ તેને મદદગારી કરવા સબબ મૂળ રાવલ ગામના અને હાલ પીંડારા ગામે રહેતા રાહુલ નગાભાઈ જાદવ (ઉ.વ. 26) ને ઝડપી લઇ, આગળની કાર્યવાહી કરી હતી.