Jai Hind

દ્વારકા જિલ્લામાં ચાર સ્થળે જુગાર પર દરોડા; છ મહિલા સહિત 19 ઝબ્બે

પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી

દ્વારકા જિલ્લામાં ચાર સ્થળે પોલીસે જુગારના અખાડા પર દરોડા પાડી છ મહિલા મળી 19 જુગારીઓને ઝડપી લઈ રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે ફરાર બે શખ્સની શોધખોળ હાથ ધરી છે. ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા સ્મશાનની બાજુમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમતા જીતુ પાલાભાઈ માતંગ, માલસી ખેતાભાઈ ઢચા, વિજય આલાભાઈ માતંગ અને નરેશ હરજીભાઈ રોશિયાને પોલીસે ઝડપી લઇ, રૂ. 8,650 નો મુદ્દામાલ કબજો કર્યો હતો.કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ભાનુબેન નારણભાઈ ચાવડા, સામાબેન લાખાભાઈ ચમડીયા, કાંતાબેન પ્રવીણભાઈ બારીયા, હંસાબા ચંદુભા પરમાર, મીનાબેન મુકેશભાઈ રામ અને સોનલબેન લાખાભાઈ માણેક ગઢવી નામના છ મહિલાઓને પોલીસે જુગાર રમતા રૂ. 4,070 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઓખાના બર્માશલ ક્વાર્ટરની પાછળના ભાગેથી પોલીસે અબ્દુલ નુરમામદ બેતારા, અલી અબ્દુલગની બોલીમ અને હનીફ અજીજ સીરાજી નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂપિયા 10,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન યાકુબ જુનસ બેતારા અને આદમ સંઘાર નામના બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે.દ્વારકા તાલુકાના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે જોહાનલગુન મંગરાલગુન, ચંદ્રકાંત ગોવિંદ ગાયકવાડ, હણમંથ ગૌતમ પોસ્તે, રાજકુમાર બાસકરી, શિવુકુમાર સુધાકર દાંડગે અને રામજી મંગલ મહંતો નામના છ શખ્સોને રૂ. 3,150 ની રોકડ રકમ તેમજ 6 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 33,150 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી કરી હતી.