Jai Hind

ઉના એસ.ટી. વિભાગમાં ચકચાર: કંડકટર રૂ.2 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો


મચ્છીના પાર્સલની ડિલિવરી માટે ગેરકાયદે રકમ માંગ્યાની ફરિયાદ બાદ કાર્યવાહી

ઉના શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ આજે સફળ ટ્રેપ ગોઠવી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના એક કંડક્ટરને રૂ.2 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી બાદ એસટી વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જખૌ-દિવ રૂટ પર ફરજ બજાવતા કંડક્ટર મનીષ મગનલાલ કાનાબારએ જખૌથી ઉના આવનાર મચ્છીના પાર્સલની ડિલિવરી કરવા બદલ ફરિયાદી પાસેથી રૂ.2 હજારની ગેરકાયદે માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી અઈઇનો સંપર્ક કરતાં અધિકારીઓએ સમગ્ર મામલે ટ્રેપ ગોઠવ્યો હતો. સવારે જખૌથી આવેલી એસટી બસ ઉનાના ટાવર ચોક ખાતે પહોંચતા ફરિયાદી પાર્સલ લેવા બસ પાસે પહોંચ્યા હતા. તે દરમિયાન કંડક્ટરે ફરિયાદીને મચ્છીનું પાર્સલ સોંપી રૂ.2 હજારની લાંચ સ્વીકારી હતી. અગાઉ થી વોચમાં રહેલી અઈઇની ટીમે લાંચની રકમ સ્વીકારતાની સાથે જ કંડક્ટરને રંગેહાથે ઝડપી લીધો હતો.બાદમાં અઈઇની ટીમે આરોપીને ઉના એસટી બસ સ્ટેશન ખાતે લઈ જઈ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વેરાવળ લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાના પગલે એસટી વિભાગના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી કંડક્ટર છેલ્લા કેટલાક સમયથી જખૌ રૂટ પર ફરજ બજાવતો હતો. પાર્સલના નામે અન્ય કોઈ ગેરકાયદે વસૂલાત થતી હતી કે કેમ તે દિશામાં પણ અઈઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાએ ફરી એકવાર સરકારી સેવાઓમાં પારદર્શિતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. અઈઇ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.