Jai Hind

ઉના શહેરના સીમાડે ગીરની મહારાણીની લટાર…!

ગીરની ગર્ભગૂંથાયેલી ગૌરવગાથાનું અલૌકિક દૃશ્ય ઉના સુગર ફેક્ટરી પાસે જોવા મળ્યું. ચંદ્રપ્રકાશમાં ગીરની મહારાણી પોતાના ત્રણ શાવકો સાથે નિર્ભય વિહાર કરતી કેમેરામાં કેદ થઈ હતી. શહેરના સીમાડે પ્રકૃતિના આ અદ્વિતીય મિલનથી સિંહપ્રેમીઓમાં રોમાંચ છવાયો, તો વન વિભાગ માટે માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ જાળવવાની જવાબદારી વધુ મહત્વની બની છે.
(તસ્વીર : ફારૂક કાજી ઉના)