સેન્ટ્રલ સંસ્કૃત યુનિ. દિલ્હી દ્વારા રૂા. 13 લાખનો પ્રોજેક્ટ મંજુર કરાયો
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રથમ બેચના વિદ્યાર્થી ડો. વિનુ વાજાનો 13 લાખનો સંશોધન પ્રોજેક્ટ સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી (ઈ.જ.ઞ.)-દિલ્હી દ્વારા મંજૂર કરાયો છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ છાત્ર ડો. વિનુ વાજા ને અથર્વવેદમાં વર્ણિત કૃષિ વિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાની દૃષ્ટિએ સંપાદન અને સરળ સંસ્કૃત, હિન્દી તથા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા અંગે ભારત સરકાર દ્વારા સંસ્થાપિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી-દિલ્હી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 3 વર્ષ દરમિયાન રૂ.13 લાખની ધનરાશિ આ પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવી જ રીતે સંસ્કૃતના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ ઓ પ્રાપ્ત કરતાં રહે તે જ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સફળતા અને ઓળખ હોવાનું કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ જણાવેલ છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માટે આ ગૌરવની વાત છે કે, ડો. વિનુ વાજા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રથમ બેચના વિદ્યાર્થી રહ્યા છે. ડો. વિનુ વાજા એ અહીથી જ આચાર્ય-(ખ.અ.), તત્ત્વચાર્ય-(ખ.ઙવશહ.) તથા વિદ્યાવારિધિ-(ઙવ.ઉ.) જેવી મહત્વની ડિગ્રી ઑ પ્રાપ્ત કરી છે. ત્યારબાદ તેઓ ગઊઝ, ૠજઊઝ જેવી પરીક્ષામાં સંસ્કૃત વિષય સાથે ઉત્તીર્ણ થયા. સરકારી કોલેજમાં 8 વર્ષના અધ્યાપન કાર્યનો અનુભવ કર્યા બાદ હાલ તેઓ શારદાપીઠ આર્ટ્સ, કોમર્સ એન્ડ કોલેજ ઓફ એજ્યુકેશન-દ્વારકા માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવારત છે. તેઓ યુનિવર્સિટી સાથે આજે પણ છાત્ર ભાવ થી જોડાયેલાં છે અને પોતાની કક્ષાએથી વિવિધ પ્રકારની સેવાઓ નું પ્રદાન કરી રહ્યા છે. આ સંશોધન કાર્યમાં ભારતવર્ષની દિવ્ય-ભવ્ય ધરોહર એવા ચાર વેદોમાં ના એક અથર્વવેદના પ્રાકૃતિક-કૃષિ વિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના આલોકમાં સંપાદન અને લોકભોગ્ય સરળ સંસ્કૃત-હિન્દી-ગુજરાતી એમ ત્રણ ભાષામાં અનુવાદ કરવામાં આવશે અને જે સાત અધ્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત કરશે. ડો. વિનુ વાજા નો સંશોધન પ્રોજેક્ટ મંજૂર થતાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત સેનાપતિએ તેમના આશીર્વાદ આપતા જણાવ્યુ કે,- સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવી જ રીતે સંસ્કૃતના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ ઓ પ્રાપ્ત કરતાં રહે તે જ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સફળતા અને ઓળખ છે.