ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે રહેતા અને ડ્રાઇવીંગ કરતા જયરાજસીંહ રણજીતસીંહ સરવૈયા નામના 30 વર્ષીય ડ્રાઇવર તા.13 ના સાંજના આશરે પાંચેક વાગ્યાની આસપાસ રાજુલા ટાઉનમાં રાજુલાથી ડુંગર તરફ જવાના રસ્તે જકાતનાકાથી આગળ વળાંકમાં પોતાના હવાલાની ટ્રાવેલ્સ બસ નં.એઆર-11 એફ 9999 માં પેસેન્જર બેસાડી સુરત મુકામે જતા હોય અને રાજુલા મુકામે બસ લઇને પહોચતા રાજુલા તાલુકના વડલી ગામે રહેતા નરેશભાઇ ધાખડા તથા ખોડુ ધાખડા નામના બંન્ને આરોપીઓ સામેથી ટ્રેકટર લઇને આવતા હતા. અને રસ્તો સાંકડો હોય જેથી બસ ચાલકે બસ રીવર્સ લઈ લીધેલ હોય અને આરોપીએ પોતાનુ ટ્રેકટર સાઇડમાંથી કાઢવા જતા હતા ત્યારે બસ ચાલકે આરોપીને કહેલ કે, ટ્રેકટર બસને અડી જશે. જેથી આરોપી કહેવા લાગેલ કે ટ્રેકટર તો અહીથી જ નીકળશે તેમ કહી બસ ચાલકને જેમ ગાળો આપી આરોપીએ પોતાના ટ્રેકટર બસને આગળના મોરાના ભાગે ચારથી પાંચ વખત તથા સાઇડમાંથી ભટકાવી બસમાં આશરે રૂપિયા 25,000 નું નુકશાન કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ધારીમાં જુગાર રમતા મહિલા-પુરૂષો ઝડપાયા
ધારી ગામે રહેતા આરોપી કૃપાલીબેન નિર્મળભાઇ મકવાણા, હંસાબેન દિલીપભાઇ બારૈયા, આશાબેન જયતાભાઇ વાળા, સીમાબેન નઝીમભાઇ લાલાણી, મીતાબેન પોપટભાઇ મકવાણા, જીતુભાઇ રામજીભાઇ ધંધુકીયા તથા ભુપતભાઇ મણીશંકરભાઇ દવે (રહે. નવાગામ ફતેગઢ) નામના સાતેય મહીલા/પુરૂષ ધારી ગામે જાહેરમા તીનપતીનો હાર જીતનો જુગાર રમતા હોય આ ધારી પોલીસને બાતમી મળતા આ અંગે રેઇડ કરી સાતેય ઇસમો રોકડ રકમ રૂપિયા 11,200 સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.