Jai Hind

સરધારમાં રાજાશાહી વખતના કબ્રસ્તાન નજીક ખરાબાની જગ્યામાં દબાણ કરી લેનાર સામે ફરિયાદ

ટ્રસ્ટના પ્રમુખે દબાણ દૂર કરવાનું કહેતા ભુપગઢના શખ્સે સભ્યને ફડાકા ઝીકી, મારી નાખવાની ધમકી દીધી

સરધાર રહેતા અને સરધાર હરીપર રોડ ઉપર ભારત સીઝન સ્ટોર નામે દુકાન ધરાવી વેપાર કરતા મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ જુણેજા ઉ.45એ ભુપગઢ ગામે રહેતા વિવેક સિંધવ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું સરધાર સુન્ની મુસ્લીમ મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ તરીકે પણ સેવા આપુ છુ અમારા આ ટ્રસ્ટમા ગેબનશાહ પીરની દરગાહ પાસે રાજાશાહી વખતનુ કબ્રસ્તાન આવેલ છે જેનો વહીવટ અમારા ટ્ર્સ્ટ હસ્તક છે આ કબ્રસ્તાનની બાજુમા વિવેકભાઈ સિંધવએ મકાન લીધેલ છે જેની બાજુમા આવેલ કબ્રસ્તાન નજીક ખરાબાની જમીનમા તથા કબ્રસ્તાનની જમીનમા દબાણ કરી આશરે 700 થી 800 વારમા ફોલ્ડીંગ દિવાલ બનાવી કબજો કરી લીધેલ હોય જેને અમો સમજાવતા હોય છતા તેઓ સમજેલ નહી.
દરમિયાન ગઇ તા.22/06/2026ના રોજ બપોરે મારી દુકાને હું તથા અબ્બાસભાઈ બાલાપરીયા તથા સભ્ય યુનીશભાઇ પરમાર હાજર હતા ત્યા અમને આ વિવેકભાઇ સિંધવ મળ્યા હતા તે અમારા કબ્રસ્તાનની જમીનમા કરેલ દબાણ હટાવી લેવા બાબતે વાત કરતા આ વિવેકભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મારી સાથેના અબ્બાસભાઈને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી અબ્બાસભાઇએ ગાળો આપવાની ના પાડતા તેણે અબ્બાસભાઈને બે-ત્રણ ઝાપટ મારી દીધેલ આ વખતે અમે વચ્ચે પડી આ અબ્બાસભાઇને છોડાવ્યા હતા. ત્યારે આ વિવેકભાઈ જતા જતા અમને કહેતા ગયેલ કે હવે પછી મારી સાથે આ બાબતે વાત કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી બાદ મે આ બાબતે અમારા ટ્રસ્ટના બીજા હોદેદારોને વાત કરેલ અને આ દબાણ બાબતે મામલતદાર કચેરી ખાતે અરજી પણ આપેલ હતી. અને તો પણ આ વિવેકભાઇ સિંધવે આ દબાણ દુર કરેલ ન હોય જેથી અંતે ફરિયાદ નોંધાવી હતી.