Jai Hind

ગીર સોમનાથ જિલ્લામાં ઉંદર પકડવા માટે ગ્લુટ્રેપના ઉત્પાદન ઉપયોગ પર પ્રતિબંધ


જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના નોટિફિકેશન સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) કે જેને સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે સૂચના આપવામાં આવી છે. જેમાં પ્રાણી ક્રુરતા અધિનિયમ, 1960ની કલમ 11 મુજબ કોઈપણ પ્રાણીની બિનજરૂરી પીડા કે વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે.
જેથી ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ન અપનાવવા અને ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આથી, પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓની ચૂસ્તપણે અમલવારી થાય તે માટે ગ્લુટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 02/06/2026 થી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.