અનાજ-ખાતરની બોરીના વેચાણમાં રૂા.150નો ફાયદો થશે તેવી લાલચ આપી ઠગાઇ કર્યાનો આરોપ
રાજુલા તાલુકાના રામપરા-2 ગામે રહેતા એક ખેડુતને કોઈ અજાણ્યા શખસોએ મહુવા ગામે રહેતા હોવાની ઓળખ આપી ખેડૂતને વિશ્વાસમાં લઇ અને આરોપીએ અનાજ, ખાતર વેંચવા માટે જણાવેલ હતું. અને વેચાણમાં એક બોરી દીઠ રૂપિયા 150 નો ફાયદો થશે. તેવી લાલચ આપી અને ખેડૂતને 300 બોરીઓ ખાતર તથા અનાજ પહોંચાડવા માટે તથા મજુરી તેમજ ગાડીના ભાડા પેટે કુલ રૂપિયા 50,000 ની જરૂર પડશે. તેમ કહી ગુગલ પે થી રૂપિયા મંગાવી લઈ ખેડૂતને ખાતર તથા અનાજનો માલ નહી આપી ખેડૂત સાથે રૂપિયા 50,000 ની છેતરપીંડી ઓન લાઇન સાયબર ફ્રોડ કાર્યની ભારતીય ન્યાય સંહિતા 2023 ની ક.318(4), 54 તથા ઈંઝ અઈઝ કલમ 66(ડી) મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
રાજુલા તાલુકાના રામપરા-2 ગામે રહેતા શીવાભાઇ નાજાભાઇ વાધ નામના 37 વર્ષીય ખેડુતને મોબાઈલ ઉપરથી મહુવા ગામે રહેતા આરોપી રાઘવભાઇ ભુવાના નામથી ઓળખ આપી ખેડૂતના મોબાઇમાં ફોન કરી અને કહેલ કે, પોતે રામપરા-2 ગામે આવેલ બગીચાની શાળાએ ભણેલ છે. અને આશ્રમના સંતને સારી રીતે ઓળખતો હોય જેથી ખેડૂતને આ આરોપી રાઘવ જાણીતો લાગતા ખેડૂતને વિશ્વાસમાં લઇ અને આ આરોપીએ ખેડૂતને અનાજ, ખાતર વેંચવા માટે જણાવેલ હતું. અને વેચાણમાં એક બોરી દીઠ રૂપિયા 150 નો ફાયદો થશે. તેવી લાલચ આપી અને ખેડૂતને 300 બોરીઓ ખાતર તથા અનાજ પહોંચાડવા માટે તથા મજુરી તેમજ ગાડીના ભાડા પેટે કુલ રૂપિયા 50,000 ની જરૂર પડશે. અને તે પૈસા એડવાન્સમાં નાખવાનુ કહી આરોપીએ તેના મિત્ર આરોપીના મોબાઇલથી વાત કરાવનાર વ્યક્તિના ગુગલ પે આઇ.ડી. (જઇઈં બેંક ખાતા ધારક વિજયકુમાર રણછોડભાઇ ધોબી) ના ખાતામાં ખેડૂતે જઇઈં ના સેવીંગ બેન્ક એકાઉન્ટના ગુગલ પે થી રૂપિયા 50,000 પે કરાવી ઉપરોકત બન્ને મોબાઇલ નંબરથી વાત કરનાર આરોપીઓએ એકબીજાએ મીલાપીપણુ કરી ખેડૂતને વિશ્વાસમા લઇ ખાતર તથા અનાજનો માલ નહી આપી ખેડૂત સાથે રૂપિયા 50,000 ની છેતરપીંડી ઓન લાઇન સાયબર ફ્રોડ કાર્યની ભારતીય ન્યાય સંહિતા 2023 ની ક.318(4), 54 તથા ઈંઝ અઈઝ કલમ 66(ડી) મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.