એજન્સીએ બેદરકારી છુપાવવા પ્રયાસ કર્યો છતા લોખંડના સળિયા બહાર આવ્યા: નેશનલ હાઈવે ઓથોરિટી સમગ્ર મામલે મૌન
સૌરાષ્ટ્રનો મહત્વનો માનવામા આવતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે કરોડો રૂપિયાના ખર્ચે હાઇવે બનાવવામા આવ્યો જ્યારથી કામગીરી શરૂ કરવામા આવી છે ત્યારથી નેશનલ હાઇવે વિવાદોમાં સપડાયો છે વાંરવાર નબળા કામોના કારણે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી નજીક રેલવે ફાટક પર આવેલ તાજેતરમાં 6 માસ પહેલા તૈયાર થયેલ બ્રિજ પર એક સાઈડ બેસી ગઈ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા બેદરકારી બહાર ન આવે માટે કોન્ટ્રાક્ટરો મારફતે બુરવા માટેનો પણ પ્રયાસ કરવામા આવ્યો હતો પરંતુ તેમ છતા લોખંડના સળીયા બહાર આવ્યા જોખમી બ્રિજ બનતા વાહન ચાલકોમાં ફરી નારાજગી જોવા મળી રહી છે પરંતુ નેશનલ ઓથોરીટી તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ટોલટેક્ષ આવેલ છે ભાવનગર તળાજા નાગેશ્રી કોડીનાર સોમનાથ સુધી વાહન ચાલકો ટોલટેક્ષ ભરે છે હજારો વાહનો દિવસ રાત આ ખરાબ નેશનલ હાઇવે ઉપરથી પસાર થાય છે.
થોડા દિવસો પહેલા રાજુલા ઉના હાઇવે ઉપર આવેલ ચારનાળા વિસ્તારમાં આવેલ બ્રિજ પર મોટી તિરાડો પડી હતી અકસ્માતનો ખતરો ઉભો થતા વાહન ચાલકોમાં રોષ હતો ત્યાં તિરાડો બુરવા માટે સાંધા લગાવી બુરવા માટેનો પ્રયાસ માત્ર દેખાવ પૂરતો કરવામાં આવ્યો હતો ત્યાં ફરી ભ્રષ્ટાચારની પોલ ખોલી દેવાતા નારાજગીનો માહોલ સર્જાયો છે.
વાહન ચાલક રામજીભાઈ શિયાળએ જણાવ્યું વેરાવળથી ભાવનગર સુધી આ રોડ ક્યાય પૂરો હજુ નથી કર્યો જ્યા જુવો ન્યા ડ્રાઇવ્રજન છે જ્યાં ત્રીજીવાર બનાવ્યા ત્યા પણ બનાવવા પડશે સરકાર એ નિર્ણય લેવો પડશે કોન્ટ્રાકટરને કેવું પડશે કામ ભાવનગર વેરાવળ સુધી નબળુ છે હું દરોજ પસાર થાવ છુ. અર્જુનસિંહએ કહ્યું આ રોડ બોવ ખરાબ થયો છે આમાં ધ્યાન દેવાની જરૂર છે આ જોખમી બ્રિજ છે 6 મહિના આ બ્રિજને નથી થયા ત્યાં તૂટી ગયો સરકારને આમાં જોવાની જરૂર છે.