Jai Hind

ઉના પોલીસ સ્ટેશનમાં એસીબીની સફળ ટ્રેપ જીઆરડી જવાન રૂ.500ની લાંચ લેતા ઝડપાયો

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ઉના પોલીસ સ્ટેશન માં ત્રાટકી હતી અને સફળ ટ્રેપ ગોઠવી જીઆરડી જવાનને રૂ.500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઈ કરશનભાઈ મકવાણા (જીઆરડી) એ ફરિયાદીના મિત્રના ચાલ-ચલગત નો દાખલો કાઢી આપવા માટે રૂ.500થી રૂ.1,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ અઈઇનો સંપર્ક કરતાંએજન્સીએ આયોજન બદ્ધ ટ્રેપ ગોઠવી હતી અને કોઈ ને ગંધ ન આવે તે રીતે
રેઈડ કરી હતી દરમિયાન જીઆરડી જવાન સંજય મકવાણા એ ઉના પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટરના રૂમમાં જઈ ફરિયાદી પાસેથી રૂ.500ની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે એસીબીની ટીમે દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ.500ની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી.
આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી પોરબંદર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ગમાર તથા તેમની ટીમે હાથ ધરી હતી. કામગીરીનું સુપરવિઝન બી.કે. ગમાર (ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એસીબી એકમ જૂનાગઢ) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરી નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા (એસીબી રાજકોટ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.આ અંગે એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.