Jai Hind

હનીટ્રેપનો ભેદ ઉકેલતી અમરેલી પોલીસ બે મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

અમરેલીમાં રહેતા નીલેશભાઇ વિઠ્ઠલભાઇ માળવી નામના યુવકને આરોપી આરતીબેન મોદી ફેસબુક મારફતે ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી, મેસેજ દ્વારા વાતચીત કરી ઓળખાણ કરી, બાદમા આરોપી આરતીબેન મોદીએ યુવકને મોટર સાયકલ લઇને બોલાવેલ અને કહેલ કે, પોતાને ધારી ખોડીયાર માતાજીએ માનતા હોય સાથે આવવા જણાવેલ હતું.બાદ તેણી યુવકના મોટરસાયકલમાં બેસી ધારી ગયેલ બાદમાં ત્યાં આરોપી રાહુલ ઉર્ફે બળવંત તથા તેમના પત્ની રૂપાબેન આવેલ અને આરોપી ધવલભાઇ મોદીને ફોન કરીને બોલાવેલ હતો. અને તુર્ત જ ધવલ મોદી ધારી ખોડીયાર ખાતે આવી ગયેલ અને યુવકને ચારેય આરોપીઓએ ગાળો આપી છરી બતાવી યુવકને ડરાવી ધમકાવી મામલો પતાવવા ત્રણ લાખ રૂપીયાની માંગણી કરી એક લાખ રૂપીયા બળજબરીપુર્વક આરોપી ધવલ મોદીએ લઇ લીધેલ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. પોલીસે આ બનાવના આરોપી અમરેલીમાં રહેતા ધવલ ભરતભાઈ મોદી, તેમના પત્નિ આરતીબેન તથા તરકતળાવ ગામે રહેતા બળવંત ઉર્ફે નરેશ દેવાભાઈ પરમાર તથા તેમના પત્નિ રૂપાબેનને રોકડા રૂપિયા 95000, મોટર સાયકલ નંગ-2 કી.રૂ. 4પ000 મળી કુલ રૂપિયા 140020 સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.