ભૂગર્ભ ગટરના નબળા બુરાણના કારણે રસ્તા બન્યા બિસ્માર : તંત્રના આંખ આડા કાન
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલૂકા મથક એવા વડિયા બે ભાગમાં વહેંચયેલું છે. સુરગપરા અને કૃષ્ણપરા વડિયાના સુરગપરાનો મુખ્ય રસ્તો એ શિવાજી ચોક થી પેટ્રોલ પમ્પ થઇ ને પીજીવીસીએલ તરફ જવાનો છે આ રસ્તાપર પેટ્રોલપંમ્પ પછી સમગ્ર સુરગપરાના વરસાદી પાણીનું વહેણ આવેલુ છે અહીંથી દર ચોમાસાના વરસાદમાં ગોઠણ સમા પાણી વહેતા હોય છે. ત્યારે અહિ કોઈ પણ વિકાસ કાર્ય કરવામાં આવે ત્યારે આ બાબતને પહેલા ધ્યાને રાખીને કરવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા અહિ ભૂગર્ભ ગટરનુ જંક્શન બનાવવા આવ્યું સાથે સુરગપરા વિસ્તારના ભૂગર્ભ ગટરના પાણીનું જોડાણ આ જંક્શન માં કરવામાં આવ્યુ ત્યારે અહિ ખોદકામ થયુ અને એ ખોદકામના નબળા બુરાણ ને કારણે ચોમાસાના પહેલા જ વરસાદમાં ભૂગર્ભ ગટરના જંક્શન ની બાજુમાં મસમોટા ભુવાપડ્યા તો ભૂગર્ભ ગટર માટે થયેલા ખોદકામમાં યોગ્ય માટી પુરાણ ના થતા આજે સુરગપરા ના પ્રવેશ દ્વારા સમા પેટ્રોલપંમ્પ અને પોસ્ટ ઓફિસ પાસે મુખ્ય રોડ પર રસ્તામાં મસમોટા ખાડાઓ અને કાંકરા ફરી વળ્યા અને તેને કારણે રોજ અહિ લોકોના બાઈકો સ્લીપ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે શું તાલુકાના એન્જીનીયર એ આ કામગીરી સમયે એ બાબતનું ધ્યાન જ નહિ આપ્યું હોય કે વરસાદ સમયે અહિ શું સ્થિતિનું નિર્માણ થશે ? ચાર ઇંચ છૂટક છૂટક વરસાદમાં આ સ્થિતિ થઇ છે તો દસ ઇંચ વરસાદમાં અહિ ભૂગર્ભ ગટર જ ધોવાઈ જાય એટલા પાણીનો પ્રવાહ અહીંથી જતો હોય છે ત્યારે આ બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની લોક માંગણી જોવા મળી રહી છે. બીજી બાજુ લોકો એવા પણ આક્ષેપો કરી રહ્યા છે કે વડિયામાં જ્યાં માણસોની અવર જવર નથી પરંતુ નેતાઓનુ ઘર હોવાના કારણે ત્યાં રોડ મંજુર થઇ ને તુરંત નવા બંને છે પરંતુ જ્યાંથી રોજ સમગ્ર વિસ્તાર ના લોકો પસાર થાય છે ત્યાં કોઈ રોડ બનાવવાની લેતું નથી. જો વડિયાના નેતાઓના ઘરના રસ્તાઓની યાદી પૂર્ણ થઇ ગઈ હોય તો તાકીદે સુરગપરા ના મુખ્ય પ્રવેશદ્વાર સમો આ મેહતા લાઈન થી પટેલ લાઈન સુધીનો મુખ્ય પહોળો રસ્તો અને મેહતા લાઈનથી ક્ધયા વિદ્યાલય તરફ ચક્કી સુધી રસ્તો બનાવવો ખુબ જ આવશ્યક છે.