રામજી મંદિરમાંથી 4 લાખની ઉઠાંતરી : પેટ્રોલીંગ વધારવા માંગ
બગસરા પંથકના વાઘાણીયા ગામમાં એક સાથે 10 જેટલાં સ્થળે ચોરી થતા સમગ્ર બગસરા પંથકમાં ભઈ વ્યાપી ગયો છે. હાલમાં જયારે વેપારીઓમાં મંદીનું વાતાવરણ ઉભું થયું છે ત્યારે આવા સમયે તસ્કર ગેંગ એક્ટિવ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. વાઘાણીયા ગામમાં એક સાથે બુકાની ધારી ટોળકીએ એક સાથે 10 દુકાન, રહેણાંક મકાન તેમજ ગામના રામજી મંદિરને નિશાન બનાવી 4 લાખ કરતા વધારે ચોરી થયાં હોવાનું જાણવા મળ્યું હતું . જયારે આ ચોરોની ગેંગ ગામની બજારમાં બુકાનીધારી બનીને આવતા ઈઈઝટ કેમેરામાં કેદ થયા હતા. જયારે આ બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ થતા સમગ્ર ટીમ ઘટના સ્થળે દોડી આવેલ હતી. અને વધુ તપાસ કરવા ડોગ સ્કોર્ડ ટીમ અમરેલી પણ કામે લાગી ગઈ હતી જયારે મળતી વિગત અનુસાર તસ્કરો દ્વારા ચોરી કરીને સોના ચાંદીના દાગીનાના બોક્સ વાડી વિસ્તારમાં ફેંકીને નાશી ગયેલા હોવાની સ્થાનિક લોકોમાંથી વિગત જાણવા મળેલી હતી. જયારે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ગામડાઓમાં પોલીસ દ્વારા પેટ્રોલિગ કરવામાં આવે જેથી કરીને આવા બનાવો બનતા અટકે અને ગામડાઓમાં હોમગાર્ડ પણ મુકવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા કોઈ બનાવો અટકી શકે.