Jai Hind

હાઈ-વે ઓથોરિટીની બેદરકારી સલાયાથી સર્વિસ રોડ ઉપરથી હાઈવેને જોડતા રસ્તામાં મોટો ખાડો હોવાથી અકસ્માતનો ભય

ખંભાળિયા ફાટક નું હાલ અંડરબ્રિજનું કામ ચાલુ હોવાથી એ રસ્તો બંધ છે જેથી સલાયા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ફરજિયાતપણે નેશનલ હાઇવે પરથી ખંભાળિયામાં એન્ટ્રી કરવી પડે છે. નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે વાહનચાલકોના માથે દરરોજ મોતનું જોખમ તોળાઈ રહ્યું છે.સર્વિસ રોડ અને હાઇવેના જોઈન્ટ પર જ મોટો ખાડો હોવાથી ત્યાં અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.સલાયા ચાર રસ્તાથી સર્વિસ રોડ જ્યાં મુખ્ય નેશનલ હાઇવે સાથે જોઈન્ટ (ભેગો) થાય છે, ત્યાં જ એક ખૂબ જ મોટો અને જોખમી ખાડો પડેલો છે.રાત્રિના સમયે અહીં અકસ્માતનો પૂરો ભય છે.આ વ્યસ્ત માર્ગ પરથી દિવસ-રાત નાના-મોટા અસંખ્ય વાહનો પસાર થાય છે. રાત્રિના અંધારામાં આ મોટો ખાડો વાહનચાલકોને દેખાતો નથી, જેના કારણે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થવાનો પૂરો ભય સેવાઈ રહ્યો છે.કાચો રસ્તો અને ઊંચી રોડ સાઇડથી દ્વિ ચક્રી વાહનો સ્લીપ થવાનું અવારનવાર બને છે. સર્વિસ રોડ અને મુખ્ય હાઇવેને જોડતો આ રસ્તો તદ્દન કાચો છે. એટલું જ નહીં, રસ્તાની સાઇડ પણ ઘણી ઊંચી છે. આ ઊંચા-નીચા અને ખરાબ રસ્તાના કારણે દ્વિચક્રી વાહનચાલકો (બાઇક-સ્કૂટર) સ્લિપ થઈ જાય છે. અને નાની-મોટી ઈજાઓ પહોંચી રહી છે.વચમાં આવેલા આ મોટા જોખમી ખાડાને તુરંત જ પૂરી દેવામાં આવે.જ્યાં સુધી સમારકામ ન થાય, ત્યાં સુધી વાહનચાલકોને ચેતવવા માટે ત્યાં તત્કાલ બેરીકેટ્સ (આડશો) મૂકવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ થતી અટકાવી શકાય. નેશનલ હાઇવે ઓથોરિટી આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત જ યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.