Jai Hind

સોમનાથમાં ગુરૂકુળ અને દ્વારકેશ સોસાયટીમાં વરસાદી પાણીનું સંચય

અનિયમિત ચોમાસુ- અલનિલોનો પ્રભાવ વધઘટ પડતો વરસાદ જેવી અનિશ્ર્ચિતતામાં વરસાદી પાણીને ભૂગર્ભ ટાંકામાં ઉતારી પોતાની જરૂરિયાત સંતોષે છે

વરસતા વરસાદનું ટીપે ટીપું જળ એ માત્ર પાણી નથી પરંતુ ઈશ્વરની માનવજાત ઉપર પ્રસાદી છે સિંચાઈ હોય કે ઘરવપરાશ કે ઉદ્યોગો કે માનવજાત હોય કે પશુ – પ્રાણી કે પંખી હોય પાણી વિના જીવન શૂન્યસમાન હોય છે દર વરસે કાં તો અઢળક વરસાદ પડે છે કે વરસાદ ખેંચાય છે કે ઓછા વરસાદથી જળ સંકટ કે ખેતીને અસર થાય છે અને જ્યારે વરસાદમાં વહેતું પાણી નદી નાળા કે સમુદ્રમાં વહી જઈ વેડફાય છે પ્રભાસ – પાટણમાં ગુરુકુળ અને દ્વારકેશ સોસાયટીમાં આ પાણી સાગરમાં ન વહી જાય એ માટે અગાસી કે છાપરા ઉપરથી નીતરતા પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકા બનાવી સચવાય છે અને ઉપયોગ પણ કરાય છે સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળમાં આવો જ ભૂગર્ભ ટાંકો છે જે અંગે સ્વામી ભક્તિપ્રસાદ દાસજીએ જણાવ્યું કે “જળ એ જ જીવન છે” અને આ ગુરુકુળમાં 40 સ20 નો ભૂગર્ભ ટાંકો જે 15 ફૂટ ઊંડો અને ઊંચો છે તેમાં ત્રણથી સાડાત્રણ લાખ લીટર પાણીનો સંગ્રહ કરાય છે આ માટે ચોમાસા પહેલા ગુરુકુળની અગાસી સાવરણી -સાવરણાથી સાફ કરી રાખવામાં આવે છે અને જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે તે પાણીથી અગાસીને ફરી ધોઈ તે પાણી જતું કરાય છે અને તે પછીના વરસાદનું નીતરતું પાણી અગાસીના ધોરીયા સાથે જોડાયેલ પીવીસી પાઇપલાઇન મારફત નીચે આવેલ કુંડી સુધી જાય છે જ્યાં ગોઠવાયેલ જાળીમાં ફિલ્ટર થઈ પછી તે પાણી ટાંકામાં સંગ્રહ થાય છે જો વધુ પડતું પાણી આવે તો તે પાણીને ગુરુકુળના બે અલગ-અલગ કુવાઓ તરફ વાળી રિચાર્જ કરાય છે આ પાણી કાયમી વપરાશમાં પીવામાં કામ લાગે છે અને વરસાદ ખેંચાઈ તો પણ ચિંતા રહેતી નથી તો સોમનાથ બાયપાસ ઉપર આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા શિક્ષક વિજયભાઈ કોટડીયા કહે છે તેને તથા સોસાયટીના 10 થી 12 મકાનોમાં બાંધકામ સમયે જે વરસાદી પાણી અગાસીમાંથી પાઇપ વાટે ટાંકા સુધી ઉતારી જળસંગ્રહ કરાય છે ટાંકાનું પાણી જંતુમુક્ત સ્વસ્થ રહે તે માટે ચુનાની પોટલી પણ તે ટાંકામાં નખાય છે આ ભૂગર્ભ જળસંગ્રહ ભવિષ્યના જળ સંકટમાં અકસીર ઈલાજ છે આજે જ્યારે ઠેર – ઠેર સિમેન્ટ, ડામર અને બ્લોકની સડકો બની ગઈ છે જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી આને કારણે ભૂગર્ભ જળ ઊંડા જતાં જાય છે ત્યારે વરસાદી પાણીથી કુવા રિચાર્જ કરાય તો પાણીના તળ ઊંચા આવી શકે