સતત ઝરમર વરસાદથી નદી-નાળાઓમાં ઘોડાપૂર ન આવતા શહેરમાં ચોમાસે જ જળસંકટના એંધાણ
સોરઠ પંથકમાં જૂન માસ કોરો ધાકળ ગયા બાદ ચોમાસાના પ્રથમ રાઉન્ડ જૂન માસના પ્રથમ અઠવાડિયામાં સાર્વત્રિક અનરાધાર અને ત્યારબાદ સતત ઝરમર વરસાદી માહોલ જામ્યો હતો. વાવણી લાયક સારા વરસાદના કારણે ખેતરોમાં મોલ-પાક (રામોલ) હરખાઈ રહ્યો છે. અને ખેડૂતો માટે સંતોષજનક સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જુનાગઢ શહેર અને ગિરનાર ક્ષેત્રમાં જળસંપત્તિ માટે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનાર પરથી પાણીના ભારે ધસમસતા ઘોડાપૂર ન આવવાને કારણે નદી, નાળા હજી પણ ખાલીખમ ભાસી રહ્યા છે, જેના લીધે ચોમાસાની ઋતુમાં જ પાણીનું સંકટ ઘેરાઈ રહ્યું છે.
ચોમાસા ઋતુના જુલાઈ માસમાં શરૂઆતમાં જ સોરઠના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વાવણી લાયક મેઘમહેર થઈ હતી. ખેડૂતોએ સમયસર વાવણી કાર્ય આટોપી લીધું છે. હાલમાં પડી રહેલો સતત ધીમી ધારે કે ઝરમર વરસાદ ખેતરોમાં ઊભેલા પાક માટે ખૂબ જ ગુણકારી પૂરવાર થઈ રહ્યો છે. રામોલને હાલ પૂરતો કોઈ વાંધો નથી અને પાક લહેરાઈ રહ્યો છે. પરંતુ, નદી, નાળા, જળાશયો અને તળાવો ભરાય તે માટે જે ’ધોધમાર’ કે ’અનરાધાર’ વરસાદની જરૂર હોય છે, તેનો અભાવ વર્તાઈ રહ્યો છે.
જો સીઝનના વરસાદની વાત કરીએ તો, આ સિઝનનો જુનાગઢમાં માટે 260 મીમી વરસાદ નોંધાયો છે, તે જોતા જુનાગઢમાં સરેરાસ વરસાદના 24.19% વરસાદ નોંધાયો છે, તેની સાથે ગિરનાર પર માત્ર 14.98% વરસાદ થયો છે, આમ, ગીરનાર અને જૂનાગઢમાં ઓછો વરસાદ થતા, ગિરનાર પહાડી વિસ્તાર અને જુનાગઢ આસપાસના જળસંચય સ્થાનોમાં નવા પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. પહાડી નદીઓ અને ઝરણાંઓમાં વહેણ તો શરૂ થયા હતા, પરંતુ મોટા ડેમ કે તળાવો ભરાય તેવા ધસમસતા પૂર કે વહેણ જોવા મળ્યા નથી. પરિણામે, ચોમાસું અડધું વીતવા છતાં પણ નરસિંહ મહેતા તળાવ સાવ તળિયા ઝાટક સ્થિતિમાં છે. ગિરનાર તીર્થ ક્ષેત્રમાં સતત વરસાદ વરસે છે પરંતુ ભારે વરસાદના કારણે ગિરનાર તળેટીનું સુદર્શન તળાવ, પવિત્ર દામોદર કુંડ, દાતાર તળાવ, વિલીંગ્ડન ડેમ, હસનાપુર ડેમ અને શહેર આસપાસના જળાશયોને ખાસ કરીને નરસિંહ મહેતા સરોવરમાં પાણી ન હોવાથી નીચાણવાળા વિસ્તારોના ભૂગર્ભ જળના તળ હજુ રિચાર્જ થયા ન હોવાથી સોસાયટી વિસ્તારમાં ચોમાસામાં બોરમાં પાણી ઉલાડે આવી ગયા છે. અને પાણીની વિકટ સમસ્યા ઊભી થવાના એંધાણ વરતાઈ રહ્યા છે. હવે માત્ર વરસાદ જ નહીં પરંતુ સારા વરસાદ અને નદીઓમાં ઘોડાપૂર આવે એવા મેઘમહેર ની જરૂરિયાત છે,
દરમિયાન ચોમાસાની ઋતુ ચાલી રહી હોવા છતાં ડેમોમાં નવું પાણી ન આવતાં આગામી દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકા અને તંત્ર માટે પણ પાણીનું વિતરણ જાળવી રાખવું પડકારજનક બની રહેશે. જો આગામી દિવસોમાં ગિરનાર અને સોરઠ પંથકમાં મન મૂકીને મુશળધાર વરસાદ નહીં વરસે અને નદીઓમાં મોટા ઘોડાપૂર નહીં આવે, તો શિયાળા અને ઉનાળાની વાત તો દૂર રહી, ચોમાસામાં જ જળસંકટ વિકટ રૂપ ધારણ કરે તેવી શક્યતા વચ્ચે