Jai Hind

જસદણમાં રવિવારે મેમણ જમાતના 40 પરિવારને મકાનોની ચાવી અપાશે

મંત્રી કુંવરજી બાવળિયા, મેમણ જમાતના આગેવાનો ઉપસ્થિત રહેશે

જસદણ મેમણ જમાઅત – જસદણ તથા વર્લ્ડ મેમણ ઓરગેનાઇઝેશન- મુંબઇ અને જીકરભાઈ લોહિયા તાજ- મામા-ભાવનગરના સહયોગ થી જસદણના આગણે 40 મકાનની ભવ્ય કોલોની ઉભી કરવામાં આવી છે. આ 40 મકાનના લાભાર્થીને ચાવી અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ જસદણ મુકામે તા.ર6ને રવિવારે સવારે 11 કલાકે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમના અતિથિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા (મંત્રી, શ્રમ કુશળતા, વિકાસ, અને રોજગાર અને આદિવાસી વિકાસ) ઉપસ્થિત રહેવાના છે. તથા ડો. હસીનભાઇ અઘાડી, મુંબઇ – પ્રેસિડન્ટ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા તથા જનાબ અહેસાનભાઇ ગાડાવાળા, ટ્રસ્ટી – ઠખઘ (ડબલ્યુ એમ.ઓ.) મુંબઇ તથા જનાબ શરીફભાઇ મેમણ,સે઼ફેટરી જનરલ ઠખઘ (ડબલ્યુ એમ.ઓ.) ઇન્ડિયા તથા ઇરફાનભાઇ ખીમાણી ગઢડાવાળા તથા વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન,મુંબઇની સમગ્ર ટીમ ઉપસ્થિત રહેશે આ કાર્યના મુખ્ય દાતા અને સ્વપન દ્રષ્ટા જનાબ જીકરભાઇ તાજ મામા, ભાવનગર વાળાએ જણાવેલ છે.
આ કાર્યક્રમના મુખ્ય દાતા હાજી હુસેનભાઈ ખીમાણી, ઈમરાનભાઈ હુશેનભાઈ ખીમાણી, મજીદભાઈ અલીમામદભાઈ, સાજીદભાઈ મજીદભાઈ, મજીદભાઈ અલીમામદ, સાજીદભાઈ મજીદભાઈ, હારુનભાઈ દાદભાઈ હુનાણી, ઈમરાનભાઈ હાજી ઈકબાલભાઈ, વારીશભાઈ હારુનભાઈ બોદલા, જીકરભાઈ મામદભાઈ પરિયાણી, યુસુફભાઈ ઈશાકભાઈ નાગાણી, હાજી સલીમભાઈ ગફારભાઈ, હાજી ઈકબાલભાઈ પોપટીયા અમદાવાદ, રહીમભાઈ ગફારભાઈ નાગાણી વગેરે દાતા ઉપસ્થિત રહેશે.