Jai Hind

ઉનાના નાથળ જયોતિગ્રામ યોજનાના ગામોમાં વારંવાર વિજકાપ: લોકરોષ

પાવર કટ, વાયર તૂટવા અને ડીમ વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રસ્ત; જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન શિંગડે ઉર્જા મંત્રીને રજૂઆત કરી, તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની આપી ચીમકી

ઉના તાલુકાના નાથળ જ્યોતિગ્રામ યોજના (ઉંૠઢ) હેઠળ આવતા ગામોમાં વારંવાર વીજળી જતી રહેવા, વીજ વાયર તૂટી પડવા અને ડીમ પાવરની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના મોટા ડેસર બેઠકના સભ્ય દક્ષાબેન ભરતભાઈ શિંગડે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ નાથળ ઉંૠઢમાં નાથળ, મોટા ડેસર, શાહ ડેસર, લામધાર, સીલોજ, એલમપુર, વરસિંગપુર, રાતડ અને ડમાસા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ગામોનો વિસ્તાર મોટો અને છૂટો છવાયો હોવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. એક તરફ અઠવાડિયામાં એક દિવસ નિયમિત વીજ કાપ આપવામાં આવે છે, તો બીજી તરફબાકીનાદિવસો માં પણ રિપેરિંગના કારણે વીજળી બંધ રહેતી હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે.
ચોમાસા પૂર્વે ઙૠટઈક દ્વારા વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મર આસપાસની જરૂરી કામગીરી, ઝાડીઝાંખરા દૂર કરવા, બાવળ કટિંગ અને સફાઈની કામગીરી કરવા માં આવતી હોવા છતાં નાથળ ઉંૠઢ વિસ્તારમાં આ કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાના કારણે વીજ વાયર તૂટવા અને વારંવાર વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા ઊભી થતી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે વધુમાં, નાથળ ઉંૠઢ હેઠળ આવતા ગામોને એમ.વી.સી.સી. કેબલ નાખવાની કામગીરીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. જેના કારણે થોડા પવન કે વરસાદમાં પણ વીજ વાયર તૂટી પડવાની અને લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહેવાની સમસ્યા સર્જાતી હોવાનો આક્ષેપ કરાયો છે.
સમસ્યાના કાયમી ઉકેલ માટે એલમપુર ગામે નવું ઉંૠઢ તૈયાર થઈ ગયું હોવાથી નાથળ ઉંૠઢની સાથે મોટા ડેસર ગામને પણ નવા ઉંૠઢમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. ગામોની સંખ્યા અને વિસ્તારનું વિભાજન થતાં વારંવાર વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યામાં ઘટાડો થઈ શકે તેમ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.આ ઉપરાંત નાથળ ઉંૠઢ હેઠળ આવતા તમામ ગામોમાં વહેલી તકેએમ.વી.સી.સી.કેબલનાખવા ની તથા ચોમાસા પૂર્વે વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મર આસપાસની સફાઈ, ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે.
કોબ-બોડીદરમાં પણ
ડીમ પાવરનો પ્રશ્ન
ઉના તાલુકાના વાડી વિસ્તારોમાં આવતા કોબ અને બોડીદાર ફીડરમાં પણ નિયમિત વીજ પુરવઠો મળતો ન હોવાની અને વારંવાર પાવર કટ સાથે ડીમ વોલ્ટેજની સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ પ્રશ્ને પણ યોગ્ય તપાસ કરી તાત્કાલિક ઉકેલલાવવા માંગ કરવામાં આવી છે.જિલ્લા પંચાયત સભ્યદક્ષાબેન શિંગડે ઉર્જા મંત્રીને રજૂઆત કરી તમામ પ્રશ્નોની તપાસ કરી સંબંધિત વિભાગને તાત્કાલિક સૂચના આપવામાંગ કરી છે.જોતાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો અસરગ્રસ્ત ગામોના લોકો સાથે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા ની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.