ગોલ્ડન સીટી સોસાયટીમાં વાલીઓએ બસને રોકી વિરોધ નોંધાવ્યો
ઉના શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ગીરગઢડા રોડ પર આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાંથી વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સ્વામિનારાયણ વિદ્યાલયની બસમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ બસ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.
વાલીઓના જણાવ્યા મુજબ, આશરે55વિદ્યાર્થીઓની બેઠક ક્ષમતા ધરાવતી બસમાં 80થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હતા. બસમાં ત્રણ બેઠકો પર પાંચ બાળકો તેમજ બે બેઠકો પર ત્રણ બાળકોને બેસાડવા માં આવતા હોવાથી વિદ્યાર્થીઓને ભારેભીડમાંમુસાફરી કરવી પડતી હતી.
આ અંગે વાલીઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે વાલીઓએ આકરોવિરોધ નોંધાવ્યો હતો.
સવારે વિદ્યાર્થીઓ ભરેલી બસ ગોલ્ડન સિટી સોસાયટીમાં પહોંચતા જ વાલીઓએ બસને રોકીદીધી હતી. બસમાં બાળકોને બેસાડી લગભગ એક કલાક સુધી બસને ત્યાં જ ઉભી રાખવામાં આવી હતી. વાલી ઓએ શાળા સંચાલકને સ્થળ પર બોલાવી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. જોકે, સંચાલક સ્થળ પર ન આવતા વાલીઓમાં વધુ રોષ ફેલાયો હતો.
વાલીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી બાળકોને બસમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં બેસાડવા ની સમસ્યા છે, પરંતુ વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અંતે વાલીઓ એ ફોન પર શાળા સંચાલક સાથે વાત ચીત થતાં કાલ સુધીમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓએ બસને જવા દીધીહતીબસમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થી ઓ બેસાડવાના મુદ્દે શાળા સંચાલન સામે વાલીઓનો રોષ ફેલાયો હતો