Jai Hind

ભુજમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ: 20 લાખના હેરોઇન સાથે બે ઝડપાયા

ગેસ્ટ હાઉસમાંથી પોલીસે પંજાબ, રાજસ્થાનના પેડલરોની ધરપકડ કરી

ભુજમાં ડ્રગ્સના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગેસ્ટહાઉસમાંથી રૂા.20 લાખના હેરોઇન સાથે પંજાબ અને રાજસ્થાનના પેડલરની ધરપકડ કરી પોલીસે ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરી છે. ભરબજારમાં પોલીસની ડ્રગ્સ વિરોધી કાર્યવાહીથી લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરપ્રીતસિંગ (મૂળ રહેવાસી ફિરોઝપુર, પંજાબ) અને રામજસ પ્રતાપરામ બિશ્નોઈ (મૂળ રહેવાસી જોધપુર, રાજસ્થાન,
હાલે ભુજ) નામના બંને શખ્સો ગત રાત્રે આશરે 12 વાગ્યે ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતા. આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન બંનેના કબજામાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવતા તેને જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાત્રે ભરબજારમાં એકસાથે મોટી સંખ્યામાં પોલીસના વાહનો પહોંચી જતા સ્થાનિકોમાં ગભરાટ સાથે કુતૂહલ ફેલાયું હતું. સવારે વેપારીઓ દુકાનો ખોલવા પહોંચ્યા ત્યારે પણ પ ટેલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળતા સમગ્ર વિસ્તારમાં આ
કાર્યવાહીને લઈને ચર્ચાઓ જાગી હતી. પકડાયેલા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે સવારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને બોલાવવામાં આવી હતી. એફએસએલ દ્વારા લેવાયેલા નમૂનાની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હેરોઇન હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા પંચનામું સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ અગાઉ માધાપરમાં ધોળા દિવસે ભરબજારમાં થયેલી ડ્રગ્સ વિરોધી પોલીસ કાર્યવાહીની યાદ તાજી કરાવી છે. તે સમયે પણ પંજાબથી વાહનમાં છુપાવીને લાવવામાં આવેલ હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
અને આરોપીઓને પકડવા પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.હવે પોલીસે બંને આરોપીઓની સઘન 5 છપચ્છ શરૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય કરવાનો હતો, આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તેમજ અગાઉ પણ આવી કોઈ ખેપ પહોંચાડવામાં આવી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.