સરકારી અનાજ બારોબાર વેંચી દિધાની તપાસ
રાજ્યમાં જાહેર વિતરણ પ્રણાલી વધુ પારદર્શક બને અને ગ્રાહકોને પૂરતો જથ્થો મળી રહે તે માટે તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આ જ અનુસંધાને, જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન અને સૂચનાઓ અનુસાર સપ્લાય ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા એક ખાસ અને આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન વિરનગર ખાતે આવેલી વસંતગીરી નારણગીરી ગોસાઈની સરકારી અનાજની દુકાન પર તા. 20/07/2026ના રોજ અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. નિયત રજિસ્ટર અને સ્ટોક સામે પ્રત્યક્ષ તપાસ કરતા દુકાનમાં 362 કિલોગ્રામ ઘઉંનો જથ્થો ઘટ જણાઈ આવ્યો હતો. આકસ્મિક તપાસ દરમિયાન ચોખાના સ્ટોકમાં પણ ભારે અસમતુલા જોવા મળી હતી, જેમાં કુલ 504 કિલોગ્રામ ચોખા ઓછા હોવાનું સામે આવ્યું હતું.: માત્ર અનાજ જ નહીં, પરંતુમીઠાશની ચીજવસ્તુ ગણાતી ખાંડના જથ્થામાં પણ 58 કિલોગ્રામ ખાંડની ઘટ મળી આવી હતી. દુકાનમાંથી મોટા પ્રમાણમાં અનાજ અને ખાંડનો જથ્થો શંકાસ્પદ રીતે ઓછો નીકળવાની આ સમગ્ર બાબતને પુરવઠા વિભાગ દ્વારા અત્યંત ગંભીર ક્ષતિ તરીકે ધ્યાને લેવામાં આવી છે. ગ્રાહકોના હકો પર તરાપ મારતી આ ગેરરીતિ બદલ સબંધિત દુકાનનો બાકી રહેલો તમામ શંકાસ્પદ જથ્થો તાત્કાલિક ધોરણે સીઝર (જપ્ત) કરવામાં આવ્યો છે. આ સાથે જ દુકાન સંચાલક સામે કાયદેસરની ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાની સઘન કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. આ કડક પગલાંથી સ્થાનિક વિસરાતી અનાજ વિતરણ વ્યવસ્થામાં ભારે ખળભળાટ મચી ગયો છે.