વૃધ્ધાના ઘરમાંથી ચોરી થયેલ સોનાનો હાર બંગડી, બુટી રોકડ રકમ મળી રૂા. 6.90 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામે એકલા રહેતા વૃદ્ધા મકાનનો દરવાજો બંધ કરવાનું ભૂલી જઈ રાત્રે સુઈ જતા અજાણ્યા શખ્સો રાત્રીના 3:30 વાગ્યા આસપાસ ઘરમાં ઘૂસી કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ રકમ ચોરી કરી ગયાની જુબેદાબેન કાસમભાઈ જારીયા ઉ.વ.72 રે.ચિત્રાવડ ગીર વાળાએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમ્યાન તાલાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ વાળા ને મળેલ બાતમીના આધારે તપાસ કરતા તાલાલા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી સમીર ઈસુબ પરમાર ઉર્ફે.ટીની,જગદીશ ચંદુ ગોહિલ ઉર્ફે.બુમરાહ,અસ્લમ હનીફ બ્લોચ ઉર્ફે.અટુ રે.ત્રણેય ચિત્રાવડ ગીર વાળાને ઝડપી લીધા હતાં.પુછપરછ દરમ્યાન ત્રણેય શખ્સોએ ચોરીની કબૂલાત આપતાં પોલીસે સોનાનો હાર,બંગડી-2,બુટી-2 કુલ વજન 59.46 ગ્રામ કિ.રૂ.6 લાખ 80 હજાર 840 તથા પાકીટમાં રાખેલ રોકડ રકમ રૂ.10 હજાર મળી કુલ રૂ.6 લાખ 90 હજાર 840 નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.ત્રણેય તસ્કરો ની અટક કરી આ શખ્શો અન્ય ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ..? તે અંગે ઈનચાર્જ પી.આઈ.એ.બી.ગોહીલે વધુ તપાસ હાથ ધરી છે.