વાંકાનેરમાં 6.54, રાપરમાં 4.09, મોરબીમાં 3.94, લીલીયામાં 3.6 ઈંચ વરસાદથી પાણી-પાણી
રાજકોટ-જામનગર-પોરબંદર જિલ્લામાં મેઘાડંબર વચ્ચે ઝાપટાથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાત અને અમદાવાદને ધમરોળ્યા બાદ મેઘરાજાનું સૌરાષ્ટ્ર-કચ્છમાં ધમાકેદાર આગમન થયું છે. શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં ઝાપટાથી લઈને સાત ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં 7 અને મોરબીના વાંકાનેરમાં પોણા સાત ઈંચ વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જુલાઈ માસના અંતે કચ્છ, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. ત્રણેય જિલ્લામાં ઝાપટાથી લઈને પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂવારે સાંજથી મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યુ હતું. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી. જુલાઈ માસના અંતે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર થતાં નદી-નાળા છલકાયા છે તો બીજી તરફ લાંબા અંતરાલ બાદ વરસાદ વરસતા ખેડુતોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. ખેતરમાં ઉભા પાક ઉપર કાચુ સોનું વરસતા ખેડુતો ખુશખુશાલ થયા છે.
શુક્રવારે સવારથી જ અવિરત વરસાદ શરૂ થયો હતો સુરેન્દ્રનગરના થાનગઢમાં 7, મોરબીના વાંકાનેરમાં 6.54, કચ્છના રાપરમાં 4.09, મોરબીમાં 3.94, અમરેલીના લીલીયામાં 3.66, અમરેલીમાં 3, કુંકાવાવ વડિયામાં 2.8 ઈંચ વરસાદ વરસી ગયો હતો. થાનગઢમાં અનરાધાર 7 ઈંચ વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા હતાં.
તો બીજી તરફ બોટાદ, માળિયા, જામકંડોરણા, દસાડા, ચોટીલા, લાઠી, હળવદ, મુળી, ગારિયાધાર, સિંહોર, બોટાદ, સાયલા, જામનગર, જેતપુરમાં મેઘાડંબર વચ્ચે ઝાપટાથી લઈને બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે સાવરકુંડલા, કાલાવડ, ટંકારા, ચુડા, અંજાર, ધ્રોલ, પડધરી, કેશોદ, પાલીતાણા, લિંબડી, જોડિયા, ધારી, બાણવડ, વિસાવદર, વઢવાણ, ખંભાળિયા, વલ્લભીપુર, ધોરાજી, રાણાવાવ, કુતિયાણા, જૂનાગઢ, માંડવી, લાલપુર, ગોંડલ, વંથલી, લોધીકા, માંગરોળ, જેસર, ઉમરાળા, માણાવદર, મેંદરડા, તળાજા, મુંદ્રા, ઉપલેટા, માળિયા હાટીના, ખાંભા, કોટડાસાંગાણી, પોરબંદર, ભાવનગર, ઉના, વિંછિયા, મહુવા, કલ્યાણપુર, તાલાલા, જાફરાબાદ, ઘોઘા, સુત્રાપાડા, કોડીનાર, જસદણ, રાજુલા અને નખત્રાણા પંથકમાં ઝાંપટાથી લઈને એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજ્યના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રાજ્યના સક્રિય મજબૂત વરસાદી સિસ્ટમના કારણે આગામી 48 કલાક અનેક વિસ્તારોમાં વરસાદ વરશશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર, હળવદ, મોરબી, ચોટીલા, જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ જિલ્લામાં પણ સારો વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, આહવા, વલસાડ, નવસારી, તાપી નર્મદા, ભરૂચ, જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગોંડલ
ગોંડલ માં છેલ્લા 24 કલાક માં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.ગત રાત થી આજ દિવસ દરમ્યાન પાંચ ઇંચ વરસાદ વરસી જતાં રાજમાર્ગો પાણી પાણી બન્યાં હતાં.કેટલાક વિસ્તારો માં પાણી ભરાયાં હતાં. ગોંડલ નાં ગ્રામ્ય વિસ્તાર માં પણ નોંધપાત્ર વરસાદ વરસી જતા ખેડુતો ખુશખુશાલ બન્યાં છે.
ક્યાં કેટલો વરસાદ ?
શહેર વરસાદ
થાનગઢ 7.01
વાંકાનેર 6.54
રાપર 4.09
મોરબી 3.94
લીલીયા 3.6
અમરેલી 2.9
કુંકાવાવ-વડિયા 2.8
બરવાળા 2.56
બગસરા 2.56
જામકંડોરણા 2.48
દસાડા 2.4
ચોટીલા 2.4
લાઠી 1.69
હળવદ 1.65
મુળી 1.54
ગારિયાધાર 1.5
સિંહોર 1.42
બોટાદ 1.34
સાયલા 1.26
જામનગર 1.18
જેતપુર 1.14
લખતર 1.02