પીવાના પાણીથી લઈને શૌચાલય અને જનરેટર સુધીની સુવિધાઓ હોવા છતાં ઉપયોગ નહીં; વયોવૃદ્ધ, દિવ્યાંગ અને બીમાર ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવડાવાતી હોવાના આક્ષેપ
ઉના શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને મળવા પાત્ર મૂળભૂત સુવિધાઓ અને કર્મચારી વ્યવસ્થાને લઈ ને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકો માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવા ઉપરાંત, પોસ્ટ ઓફિસનીદક્ષિણબાજુઆવેલશૌચાલય નો ઉપયોગ પણ ગ્રાહકો કરી શકતા નથી તેવી ફરિયાદો સામે આવી છે. શૌચાલય તરફ જતો લોખંડની ગ્રીલનો દરવાજો લાંબા સમયથી બંધ રાખવામાંઆવતોહોવાના કારણે ખાસ કરીને વયોવૃદ્ધ, દિવ્યાંગઅનેબીમારગ્રાહકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નિવૃત્ત તલાટી મંત્રી કામલીયા ભાઈ દ્વારા ઉના પોસ્ટ ઓફિસમાં ગ્રાહક સુવિધાઓ અંગે રજૂ કરાયેલી ફરિયાદ મુજબ, પોસ્ટ ઓફિસમાં આવતા-જતાગ્રાહકો માટે પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થાજોવામળતી નથી. જ્યારે પોસ્ટ ઓફિસની દક્ષિણ બાજુ શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તેને જતો ગ્રીલનો દરવાજો લાંબા સમયથી બંધ રાખવામાં આવતો હોવાના કારણે ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકતાનથી.આગ્રીલનો દરવાજો પણ ત્રાંસો થઈ ગયો હોવાથી રિપેરિંગની જરૂરિયાત હોવાનું જણાવાયું છે.જનરેટર હોવા છતાં વીજ કાપમાં ગ્રાહકો પરેશાનપોસ્ટ ઓફિસમાં કિંમતી જનરેટર ઉપલબ્ધ હોવા છતાં લાંબા સમયથી તેનો ઉપયોગ થતો ન હોવાના કારણે જનરેટર ધૂળ ખાઈ રહ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વીજળી જતી રહે ત્યારે પોસ્ટ ઓફિસની કામગીરી ખોરવાઈ જાય છે અને ગ્રાહકોને વધુ સમય સુધી રાહ જોવી પડે છે. આવા સંજોગો માં ઉપલબ્ધ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે તો ગ્રાહકોને થતી હેરાનગતિમાં ઘટાડો થઈ શકે તેમ હોવા છતાં આ સુવિધા કાર્યરત કેમ નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે.
આ ઉપરાંત પોસ્ટ ઓફિસની બહાર લગાવવામાં આવેલા વિશાળ સાઇન બોર્ડના કેટલાક પતરાં છૂટા પડી ગયેલા હોવાનું પણ જણાવાયું છે. જાહેર જનતા ની અવરજવરવાળા સ્થળે આવા બોર્ડની સમયસર મરામત કરવી જરૂરી હોવા છતાં લાંબા સમયથી તેની અવગણના થતી હોવાનો આક્ષેપ છે.
ઉના પોસ્ટ ઓફિસમાં આવતા જતા વયોવૃદ્ધો અને દિવ્યાંગ ગ્રાહકોને પોસ્ટ ઓફિસના પ્રવેશદ્વાર પાસેના બે પગથિયાં ચડવા-ઉતરવામાં મુશ્કેલી પડતી હોવાના મુદ્દે સિનિયર સિટિઝન અને દિવ્યાંગ દોલતકુમાર કાના ભાઈ કામલીયાએ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ આ બાબતે અનેક વખત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.લાંબા સમય બાદ જિલ્લા કક્ષાએથી ઉના પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકોની સુવિધા માટે બે પગથિયાં પાસે રેલીંગ લગાવવા માટે ખર્ચની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. હવે આ મંજૂરી બાદ રેલીંગનું કામ ક્યારે શરૂ થાય છે અને વયોવૃદ્ધ તથા દિવ્યાંગ ગ્રાહકોને વાસ્તવિક સુવિધા ક્યારે મળે છે તે જોવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં ખાસ કરીને વયોવૃદ્ધ, દિવ્યાંગ, બીમાર અને દૂરથી આવતા ગ્રાહકોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કેટલાક ગ્રાહકો અને એજન્ટોનું કહેવું છે કે માર્ગદર્શન કે મદદની જરૂરિયાત ધરાવતા લોકોને યોગ્ય સહાય મળતી નથી અને તેઓ એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર સુધી ધક્કા ખાતા રહે છે.
હિન્દીભાષી કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે ભાષાકીય મુશ્કેલી ઊભી થતી હોવાના કારણે પણ કેટલાક લોકોને પોતાની કામગીરી પૂર્ણ કરાવવામાં મુશ્કેલી પડતી હોવા ની ફરિયાદો કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ અને વયોવૃદ્ધ લોકો માટે સરળ ભાષામાં માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ કરાવવી જરૂરી હોવા છતાં તેમને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાના આક્ષેપો છે.
પોસ્ટ માસ્તર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની માંગ
ઉના પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને મળવાપાત્ર મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, શૌચાલયનો ગ્રાહકોને ઉપયોગ કરવા દેવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા, જનરેટર કાર્યરત કરવા, ગ્રીલ ગેટ અને સાઇન બોર્ડનું રિપેરિંગ કરવા તેમજ વયોવૃદ્ધ અને દિવ્યાંગો માટે મંજૂર થયેલી રેલીંગનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા માંગ ઉઠી છે.સાથે જ ગ્રાહકો સાથે વ્યવહાર, લંચ બ્રેક દરમિયાન કાઉન્ટર સેવા, કામગીરીના સમય અને ગ્રાહકોને માર્ગદર્શન અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ માંગ છે. પોસ્ટ ઓફિસ જેવી જાહેર સેવા સંસ્થા માં આવતા દરેક ગ્રાહકને સન્માનપૂર્વક, સમયસર અને સુવિધાપૂર્વક સેવા મળે તે માટે તંત્ર હવે કડક પગલાં લે છે કે નહીં તે જોવાનું રહ્યું.
બીમાર ગ્રાહકોની હાલાકી અંગે પણ સવાલો
ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર અને અન્ય તાત્કાલિક આરોગ્ય સમસ્યાઓ ધરાવતા ગ્રાહકો પણ પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈનમાં કલાકો સુધી રાહ જોતા હોવાની ફરિયાદો સામે આવી છે. પીવાના પાણી ની સુવિધા ન હોવી અને શૌચાલયનો ઉપયોગ ન કરી શકવો આવા ગ્રાહકો માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. આવા સંવેદનશીલ ગ્રાહકો માટે પ્રાથમિકતા આધારિત સેવા અથવા યોગ્ય માર્ગદર્શનની વ્યવસ્થા હોવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
લંચ બ્રેક દરમિયાન તમામ કાઉન્ટર બંધ રહેતા હોવાના આક્ષેપ
ગ્રાહકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે લંચના સમય દરમિયાન તમામ કર્મચારીઓ એકસાથે કાઉન્ટર છોડીને જતા રહે છે, જેના કારણે ગ્રાહકોની લાઈનો લાંબી થતી જાય છે. ગ્રાહકો કાઉન્ટર પર રાહ જોતા હોવા છતાં તમામ કાઉન્ટર પર સેવા બંધ રહેતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પરિણામે ખાસ કરીને દૂરથી આવતા, વયોવૃદ્ધ અને બીમાર લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.ગ્રાહકોનો આક્ષેપ છે કે કેટલીક વખત કામગીરીના સમયને લઈને પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્રણ વાગ્યા બાદ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે છે અથવા ‘સમય પૂરો થઈ ગયો છે’ તેમ કહી ગ્રાહકોને પરત મોકલવામાં આવે છે તેવી ફરિયાદો કરવામાં આવી છે. જો કામગીરીના સમય અને કાઉન્ટર સેવા અંગે કોઈ નિયમ હોય તો તેની સ્પષ્ટ માહિતી ગ્રાહકોને આપવી જોઈએ અને અંતિમ સમય પહેલાં કાઉન્ટર પર હાજર ગ્રાહકોની કામગીરી અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.